અમદાવાદ,
ગુજરાતના દરિયા કિનારેથી વાવાઝોડા વાયુનો ખતરો ઓછો થયા બાદ સૌરાષ્ટ્રમાં કેટલીક ફ્લાઇટ સર્વિસ ફરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વાતાવરણની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વાયુની તાકાત નબળી પડતા કેશોદ અને કંડલા એરપોર્ટ પર ગુરુવારે રાતે 12 વાગ્યાથી વિમાની રૂટ શરૂ કરાયા છે. ભાવનગર એરપોર્ટ પર સવારે 6 વાગ્યથી વિમાની સેવા શરૂ કરાઈ છે. જ્યારે દિવ અને પોરબંદર એરપોર્ટ પર સવારે 10 વાગ્યાથી ફ્લાઇટ સર્વિસ શરૂ કરવામાં આવશે.
બીજી બાજુ અમદાવાદ એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે 3 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી જ્યારે 33 ફ્લાઈટના શિડયુલ ખોરવાયા હતા.અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ આવતી 3 ફ્લાઇટ પ્રતિકુળ હવામાનને કારણે કેન્સલ કરવામાં આવી હતી.એરપોર્ટ પર 33 જેટલી ફ્લાઇટ 1થી 3 કલાક મોડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.