Not Set/ પાસ નેતા દિનેશ બાંભણિયાનો વીડિયો વાયરલ-ફોન પર આપી રહયા છે ધમકી

હાર્દિક પટેલ બાદ હવે એક અન્ય પાટીદાર નેતાનો વીડિયો વાયરલ થયો છે. હવે પાસ નેતા દિનેશ બાંભણિયાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બાંભણિયા કોઇ ઉમેદવારને ફોન પર ધમકી આપતા સંભળાઇ રહ્યા છે. બાંભણિયા ફોન પર કોઇ વ્યક્તિ સાથે વાત કરતા અને ઉમેદવારી ફોર્મ નહિં ભરવાની ધમકી આપતા સંભળાઇ રહ્યા છે. વીડિયોમાં બાંભણિયા આ ઉમેદવારને […]

India
sddefault 4 પાસ નેતા દિનેશ બાંભણિયાનો વીડિયો વાયરલ-ફોન પર આપી રહયા છે ધમકી

હાર્દિક પટેલ બાદ હવે એક અન્ય પાટીદાર નેતાનો વીડિયો વાયરલ થયો છે. હવે પાસ નેતા દિનેશ બાંભણિયાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બાંભણિયા કોઇ ઉમેદવારને ફોન પર ધમકી આપતા સંભળાઇ રહ્યા છે. બાંભણિયા ફોન પર કોઇ વ્યક્તિ સાથે વાત કરતા અને ઉમેદવારી ફોર્મ નહિં ભરવાની ધમકી આપતા સંભળાઇ રહ્યા છે. વીડિયોમાં બાંભણિયા આ ઉમેદવારને પટેલ સમાજનો વોટ નહીં મળે, તેવી ધમકી આપી રહ્યા છે. અને જો તેને પટેલ સમાજનો વોટ જોઇતો હોય તો હાલ ફોર્મ ન ભરવાનું જણાવી રહ્યા છે. સાથે-સાથે જો તે ફોર્મ ભરશે તો તેઓ પોલીસની હાજરીમાં તેનું ફોર્મ ફાડી નાખશે તેવી ગર્ભિત ધમકી આપી રહ્યા છે. આ પહેલાં પાટીદાર નેતા હાર્દિક પટેલનો પણ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ એક રૂમમાં કોઇ મહિલા સાથે દેખાયા હતા.