ભારતીય સેના/ ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ ? ભારતીય સેનાએ સંઘર્ષની વાત નકારી

ભારતીય સેનાએ સંઘર્ષની વાત નકારી

India
india china ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ ? ભારતીય સેનાએ સંઘર્ષની વાત નકારી

ભારત અને ચીનની એલએસી પર અવારનવાર સંઘર્ષના સમાચાર આવતા રહે છે.ગત વર્ષે ઘણીવાર બન્ને દેશઓની સેનાઓ વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. ત્યારબાદ બન્ને દેશના સૈન્ય ઉચ્ચસત્રીય બેઠકોના દોર ચાલુ રહ્યા અને અંતે ચીનની સેના પાછળ હટવા માટે મજબૂર થઇ હતી.ઘણા મહિન સુધી એલએસી પર શાંતિ હતી પરતું હવે ફરીએકવાર  ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ટકરાવ થયો છે. આ સંઘર્ષ સામાન્ય હતો પરતું ભારતીય સેનાએ મીડિયામાં આવી રહેલી રિપોર્ટને ખારિજ કર્યો છે..સેનાએ તમામ રિપોર્ટને નકારી દીધા હતા.

પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે આવી કોઈ ઘટના હાલમાં  બની નથી.ગત વર્ષે  બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી   જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતાં. ઘણા ચીની સૈનિકો પણ માર્યા ગયા, પરંતુ પડોશી દેશએ ક્યારેય સાચા આંકડા જાહેર કર્યા નથી.ચીનની સેના અભ્યાસ માટે અલએસીના નજીકના વિસ્તારો આવી છે .જેના લીધે ભારતીય સેના પણ એલર્ટ થઇ ગઇ છે. હાલ કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી.