Politics/ મમતા બેનર્જી એકમાત્ર મોદી સામે વિરોધી ચહેરો નથી :કોંગ્રેસ નેતા અધિર રંજન ચૈાધરી

ભાજપને હરાવવા માટે મમતા એકમાત્ર પ્રાદેશિક નેતા નથી. અરવિંદ કેજરીવાલ, લાલુ પ્રસાદ યાદવ, એમ.કે. સ્ટાલિન, પિનરાય વિજયન પણ કરી ચૂક્યા છે. તેથી તે કહેવું અન્ય નેતાઓ સાથે અન્યાય થશે કે તેઓ વિપક્ષનો એક માત્ર ચહેરો છે.

India
chaudhariy મમતા બેનર્જી એકમાત્ર મોદી સામે વિરોધી ચહેરો નથી :કોંગ્રેસ નેતા અધિર રંજન ચૈાધરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરીને લાગે છે કે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગે ધ્રુવીકરણના લીધે તેમને ફાયદો થયો હતો અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરનાર મમતા  એકમાત્ર મોદી વિરોધી ચહેરો નથી. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે વ્યાપક ભાજપ વિરોધી ગઠબંધનની સંભાવનાઓ અંગે લોકસભામાં કોંગ્રેસના નેતા ચૌધરીએ કહ્યું હતું કે કોંગ્રેસની મદદ લીધા વિના કોઈ પણ વિરોધી મોરચો સફળ થઈ શકશે નહીં. રાજ્યમાં જે લોકો ભાજપને પસંદ કરતા ન હતા એ લોકોના વોટ ટીએમસીમાં પડયા હતાં.

તેમણે વધુમાં કહ્યું હતું કે  પ્રાદેશિક વિરોધી પક્ષોના નેતાઓએ તેમના પક્ષને ભાજપ ઉપર વિજય અપાવ્યો છે. “તે સાચું છે કે તેમણે ભાજપ અને તેની ચૂંટણી પ્રણાલી સામે લડ્યા હતા. તે એક મોટી જીત છે, તેના વિશે કોઈ શંકા નથી. પરંતુ ભાજપને હરાવવા માટે મમતા એકમાત્ર પ્રાદેશિક નેતા નથી. અરવિંદ કેજરીવાલ, લાલુ પ્રસાદ યાદવ, એમ.કે. સ્ટાલિન, પિનરાય વિજયન પણ કરી ચૂક્યા છે. તેથી તે કહેવું અન્ય નેતાઓ સાથે અન્યાય થશે કે તેઓ વિપક્ષનો એક માત્ર ચહેરો છે.

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની ભારે પરાજય અંગે પૂછવામાં આવતા ચૌધરીએ કહ્યું હતું કે ચૂંટણી ધાર્મિક અને પ્રાદેશિક તર્જ પર સંપૂર્ણ રીતે ધ્રુવીકરણ કરવામાં આવી હતી, પરંતુ તેમને અપેક્ષા છે .કોંગ્રેસ ફરીથી તેનું સ્થાન મેળવશે. તેમણે કહ્યું કે, ચૂંટણી દરમિયાન કુચ બિહારમાં કેન્દ્રીય દળો દ્વારા ચાર મુસ્લિમોના મોત બાદ લઘુમતી મતોનું ધ્રુવીકરણ થયું હતું.