Odissa Train accident/ બાલાસોરમાં મોટો પર્દાફાશઃ સિગ્નલ એન્જિનીયર કુટુંબ સાથે ફરાર

ઓડિશાની બાલાસોર રેલ્વે દુર્ઘટનામાં મોટો પર્દાફાશ થયો છે. બાલાસોરમાં સોરો સેકશન સિગ્નલના જુનિયર એન્જિનિયર ફરાર છે. બાલાસોરમાં ભાડાના મકાનમાં રહેતા એન્જિનિયરની તપાસ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ હવે તે તેના કુટુંબ સાથે ગુમ છે.

India
Odiss train accident 2 બાલાસોરમાં મોટો પર્દાફાશઃ સિગ્નલ એન્જિનીયર કુટુંબ સાથે ફરાર

ઓડિશાની બાલાસોર રેલ્વે દુર્ઘટનામાં મોટો Balasor Accident પર્દાફાશ થયો છે. બાલાસોરમાં સોરો સેકશન સિગ્નલના જુનિયર એન્જિનિયર ફરાર છે. બાલાસોરમાં ભાડાના મકાનમાં રહેતા એન્જિનિયરની તપાસ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ હવે તે તેના કુટુંબ સાથે ગુમ છે. એન્જિનિયરનું નામ આમિર ખાન છે. સીબીઆઇએ તેના ઘરને સીલ માર્યુ છે અને હવે સીબીઆઇ તેની તલાશમાં છે.

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં લગભગ ત્રણસો લોકોના મોત Balasor Accident થયા હતા અને તેટલા જ લોકો ઘાયલ થયા હતા. સીબીઆઇને સોરો વિભાગ હેઠળબાલાસોર રેલવે સ્ટેશન પર ડ્યુટી બજાવતા સિગ્નલ જુનિયર એન્જિનિયર આમિરખાન પર શંકા હતી, તેથી તેનું ઘર સીલ કરી દેવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ તે ભાડાના મકાનમાં રહેતો હતો, તે મકાનને પણ સીલ કરવામાં આવ્યું છે. બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરતી સીબીઆઇની ટીમ ઘટનાસ્થળે તપાસ કર્યા પછી 16 જુને બાલાસોરથી રવાના થઈ હતી, પરંતુ ત્રણ દિવસ બાદ ફરીથી આવી હતી.

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં આ ઘટના પાછળ રેલવેએ Balasor Accident સિગ્નલ સિસ્ટમ સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી હતી. તેના પછી કેન્દ્ર સરકારે સીબીઆઇને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનામાં બહાનાગા રેલ્વે સ્ટેશન પહેલા કોરોમાંડલ એક્સપ્રેસ પર એક ગૂડ્સ ટ્રેનને અથડાઈ હતી, તેના પછી ટ્રેનના ડબ્બા બીજા પાટા પર પડ્યા હતા. બીજી બાજુએ આવતી ટ્રેન તેની સાથે અથડાઈ હતી, તેના લીધે ત્રણ ટ્રેનો વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.

 

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ Rathyatra Live: રાયખડ પહોચ્યો ભગવાનનો રથ, દર્શન માટે ભક્તોનું ઘોડાપુર

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ અમદાવાદમાં કયા રસ્તાથી નીકળશે રથયાત્રા, જુઓ રૂટ

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ જગન્નાથ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે?  શા માટે ભગવાન માસીના ઘરે જાય છે…

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/  જો તમે જગન્નાથ રથયાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ વાનગીઓનો સ્વાદ જરૂર માણવો

આ પણ વાંચોઃ Khichadi No Prasad/ 56 ભોગ મૂકીને ભગવાન જગન્નાથને ખીચડીને પ્રસાદ કેમ ધરાવવામાં આવે છે?