Not Set/ આ રાજ્યની શાળામાં એક સાથે 32 બાળકોને કોરોના પોઝિટિવ, મચ્યો ખળભળાટ

શાળામાં કુલ 278 બાળકો અભ્યાસ કરે છે જ્યાં બાળકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે અને જ્યારે શાળા પ્રશાસન બાળકોના રૂટીન કોરોના ટેસ્ટ કરી રહ્યા હતા.

Top Stories India
કોરોના પોઝિટિવ

કર્ણાટકના કોડુગુમાં આવેલી એક રેસિડેન્શિયલ સ્કૂલના 32 બાળકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક પ્રશાસને સાવચેતીના ભાગરૂપે શાળા પરિસરને અસ્થાયી રૂપે સીલ કરી દીધું છે. કોડુગુ જિલ્લાના મેડીકેરી સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીના બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

આ પણ વાંચો :અધિકારીઓ અને મંત્રીઓએ હવે ટિકિટ ખરીદવી પડશે

શાળામાં કુલ 278 બાળકો અભ્યાસ કરે છે જ્યાં બાળકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે અને જ્યારે શાળા પ્રશાસન બાળકોના રૂટીન કોરોના ટેસ્ટ કરી રહ્યા હતા ત્યારે તે ટેસ્ટમાં 32 બાળકો કોરોના પોઝિટિવ જણાયા હતા. બાળકો ઉપરાંત શાળાનો એક સ્ટાફ પણ કોરોના પોઝિટિવ છે.

મળતી માહિતી અનુસાર, જે 32 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, તેમાંથી 10 છોકરીઓ અને 22 છોકરાઓ છે અને તમામ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે. 10 બાળકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે, જ્યારે 22 બાળકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

જિલ્લા વહીવટીતંત્રને આ અંગેની માહિતી મળતાની સાથે જ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા અધિકારી સાથે શાળાએ પહોંચ્યા અને પરિસ્થિતિને સંભાળી અને બાળકોને સારવારની વ્યવસ્થા સુનિશ્ચિત કરી.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદી સત્તાથી દૂર થઈ જશે એવા ભ્રમમાં ન રહેશો,ભાજપ દાયકાઓ સુધી મજબૂત રહેશે : પ્રશાંત કિશોર

હાલમાં દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે, પરંતુ કેટલાક રાજ્યોમાં કેસ ઝડપથી વધવા લાગ્યા છે, તાજેતરના સમયમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. દુનિયાના ઘણા એવા દેશ છે જ્યાં કોરોના સંક્રમણ ફરી એક મોટો પડકાર બની ગયો છે. રશિયામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને દૈનિક મૃત્યુઆંક 1000ને પાર પહોંચી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર કેસ નોંધાયા છે. સાથેજ 733 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જોકે સારી બબાત એ છે કે 17હજાર કરતા પણ વઘારે લોકો રિકવર પણ થયા છે. રિકવરી રેટ 98.20 ટકા સુધઘી પહોચ્યો છે. જે માર્ચ 2020 થી લઈ અત્યા સુધીમાં સૌથી વધારે છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા હાલ 1 લાખ 60 હજાર જેટલી છે. જે 243ના અંતરમાં સૌથી ઓછી છે. એક્ટિવ કેસ પણ હવે દિવસેને દિવસે ઘટી રહ્યા છે. ભારતમાં વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આજ કારણ છે કે કોરોના પર કાબૂ મેળવી શકાયો છે. કારણકે અત્યાર સુધીમાં કુલ 104 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :સમીર વાનખેડેની પત્ની ક્રાંતિએ ઉદ્વવ ઠાકરેને લખ્યો પત્ર, કાશ ! બાલા સાહેબ હોત…

આ પણ વાંચો :મિની બસ ખીણમાં પડી જતા 9 વ્યક્તિના મોત થયા , 15 લોકો ઘાયલ થયા

આ પણ વાંચો : પાકિસ્તાનમાં TLPનું હિંસક પ્રદર્શન 4 પોલીસકર્મીના મોત,સેનાએ મોર્ચો સંભાળ્યો