Pakistan/ પાકિસ્તાનમાં વધતી મોંઘવારીની વચ્ચે ચા થઇ મોંઘી,જાણો શું છે એક કપનો ભાવ

પાકિસ્તાનના સમાચાર પત્ર “ડોન” સાથે વાતચીત દરમિયાન એક ચા વાળાએ જણાવ્યું હતું કે, ચા પત્તી, વધતા દુધના ભાવ,ખાંડના કારણે ભાવમાં વધારો થયો છે. પહેલા ચા 30 રૂપિયા કપ વેચાતી હતી જે હવે 40 રૂપિયા પર કપે વેચવાનો વારો આવ્યો છે.

Top Stories World
Tea price increase in pakistan

પાકિસ્તાનમાં મોંઘવારીએ માજા મૂકી દીધી છે. છેલ્લા એકવર્ષમાં પાકિસ્તાનમાં સતત વધતી મોંઘવારીએ લોકોનું જીવવાનું હરામ કરી દીધું છે. પાકિસ્તાનના ગામડામાં વસતી પ્રજા મોંઘવારીના કારણે ધુંઆપુઆ  થઇ ગઈ છે. પાકિસ્તાનમાં વધતી મોંઘવારીના કારણે ચાનો સ્વાદ હવે ફિક્કો પડી રહ્યો છે. જો પાકિસ્તાન ઇચ્છતું તો ભારત તરફથી ખાંડ અને ચા સસ્તા ભાવે મળી જાત પરંતુ તેણે આયાત કરવાની ના પાડી દીધી છે.

પાકિસ્તાનના સુપરસ્ટાર બોલર એવા રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ગણાતા શોએબ અખ્તરના ગામમાં ચાનો સ્વાદ ફિક્કો પડી ગયો છે. પાકિસ્તાનમાં એક ચાની કિંમત 40 રૂપિયે પહોચી ગઈ છે. પાકિસ્તાનના સમાચાર પત્ર “ડોન” સાથે વાતચીત દરમિયાન એક ચા વાળાએ જણાવ્યું હતું કે, ચા પત્તી, વધતા દુધના ભાવ,ખાંડના કારણે ભાવમાં વધારો થયો છે. પહેલા ચા 30 રૂપિયા કપ વેચાતી હતી જે હવે 40 રૂપિયા પર કપે વેચવાનો વારો આવ્યો છે. ખાસ તો પાકિસ્તાનમાં ગેસના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. ચાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે.

દુધના ભાવમાં પણ 105 રૂપિયાથી લઈને 120 રૂપિયાનો વધારો થયો છે. ચાની કિંમત પણ 800થી 900 રૂપિયા પ્રતિ કિલો થઇ ગઈ છે. ગેસના ભાવ 1500 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી પહોચી ગયો છે. વધતા ભાવના કારણે અમારી કમાણીને ખૂબ જ મોટું નુકસાન થઇ રહ્યું છે. અમારી પાસે ચાના ભાવમાં વધારો કર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન રહ્યો નથી. પહેલા 1500 રૂપિયા ટોટલ કમાણી હતી અને તેમાં નફો જોડ્યો તો મને માત્ર 15 રૂપિયા મળી રહ્યા છે. જેના કારણે ચાના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.

નોંધનીય છે કે, પાકિસ્તાન સરકારની જીદના કારણે તેમના દેશવાસીઓને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. થોડા સમય પહેલા ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન દ્વારા 28,760 મેટ્રિક ટન ખાંડની આયાત કરવામાં આવી હતી આ માટે પાકિસ્તાને 110 રૂપિયા પ્રતિ કિલો લેખે ચૂકવણી કરી હતી. છેલ્લા એક વર્ષમાં એક લાખ મેટ્રિક ટન ચાની આયાત કરવામાં આવી હતી જે પહેલા 90 રૂપિયા પ્રતિ કિલો હતી. જો પાકિસ્તાન ઇચ્છતું તો તે ભારતની ઓછા ભાવે ખાંડ અને ચાની આયાત કરતુ પરંતુ તે પોતાની જીદ પર અટકેલું છે.

પાકિસ્તાન સરકારનું કહેવું છે કે, ભારત જ્યાં સુધી 370 કલમ રદ કરતુ નથી ત્યાં સુધી તે ખાંડ, ચા, ઘઉં જેવી અન્ય જીવનજરૂરી વસ્તુઓની ભારત તરફથી આયાત કરશે નહીં.