Not Set/  લદ્દાખમાં 750 કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવામાં આવશે

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપનાથી ઉચ્ચ શિક્ષણમાં પ્રાદેશિક અસંતુલન દૂર કરવામાં અને કેન્દ્ર શાસિત ક્ષેત્રના સર્વાંગી વિકાસની ખાતરી કરવામાં મદદ મળશે.

Top Stories India
politics 7  લદ્દાખમાં 750 કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવામાં આવશે

લદ્દાખમાં 750 કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે યુનિવર્સિટીનો પ્રથમ તબક્કો ચાર વર્ષમાં પૂર્ણ થશે. લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટીના નિર્માણને સરળ બનાવવા માટે સેન્ટ્રલ યુનિવર્સિટીઝ એક્ટ 2009 માં સુધારો કરવા માટેનું બિલ પણ રજૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપનાથી ઉચ્ચ શિક્ષણમાં પ્રાદેશિક અસંતુલન દૂર કરવામાં અને કેન્દ્ર શાસિત ક્ષેત્રના સર્વાંગી વિકાસની ખાતરી કરવામાં મદદ મળશે. લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના સાથે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની વધુ તકો મળશે.

વંદે ભારત મિશન / કોરોના કાળમાં વિદેશમાં ફસાયેલા 61 લાખ નાગરિકોને પરત લવાયા

કોરોના રસીકરણ / રાજયભરમાં અત્યાર સુધી ૩.૧ કરોડથી વધુ નાગરિકોનુ વેકિસનેશન : નીતિન પટેલ

મહત્વનું છે કે, પીએમ મોદીએ 15 ઓગસ્ટ 2020 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંબોધન કરીને લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી હતી.

 

ઠાકુરે કહ્યું કે મંત્રીમંડળે લદાખના વિકાસ પ્રોજેક્ટોને વધુ સારી રીતે ચલાવવા માટે એકીકૃત બહુહેતુક નિગમની સ્થાપના કરવાનો નિર્ણય પણ લીધો છે. આ નિગમ ઉદ્યોગ અને પર્યટનના વિકાસ અને સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલાઓના માર્કેટિંગનું કામ કરશે. તે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે લદાખની મુખ્ય બાંધકામ એજન્સી તરીકે કામ કરશે.

મોંઘવારીની અસર / પેટ્રોલની કિંમત વધતા લોકો કારમાં ફીટ કરાવી રહ્યા છે CNG કીટ

મહારાષ્ટ્ર / મુંબઇ પોલીસના પૂર્વ CP પરમબીર સિંહને લાગ્યો મોટો ઝટકો, દાખલ કરાયો વસૂલીનો કેસ