Not Set/ લાખો રૂપિયાના વેન્ટિલેટર કચરાની ગાડીમાં ? ગુજરાતની સિસ્ટમ જ વેન્ટિલેટર પર

સુરત જેવા મહાનગરમાં અત્યાધુનિક હોસ્પિટલોમાં વેન્ટિલેટર ખૂટી પડ્યા છે. અને નજીકના વલસાડ જીલ્લાની હોસ્પીટલમાંથી ઉધાર માંગવા પડ્યા છે. માંગવા પડ્યા હોય ત્યાં સુધી તો વસ્તુ સમજી શકાય.

Top Stories
વ૨ 46 લાખો રૂપિયાના વેન્ટિલેટર કચરાની ગાડીમાં ? ગુજરાતની સિસ્ટમ જ વેન્ટિલેટર પર

ગતિશીલ ગુજરાત માત્ર કાગળ ઉપર જ બની રહેશે એવું તો હાલ લાગી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. ત્યારે સુરત જેવા મહાનગરમાં અત્યાધુનિક હોસ્પિટલોમાં વેન્ટિલેટર ખૂટી પડ્યા છે. અને નજીકના વલસાડ જીલ્લાની હોસ્પીટલમાંથી ઉધાર માંગવા પડ્યા છે. માંગવા પડ્યા હોય ત્યાં સુધી તો વસ્તુ સમજી શકાય.

પરંતુ આ વેન્ટિલેટરને સુરત મનપાના કચરો ઠાલવવાના ટેમ્પામાં લઇ જવામાં આવ્યા છે. શું આ મહાનગર પાલિકા  પાસે કોરોના કાળમાં મનુષ્યો માટે અતિ આવશ્યક એવા વેન્ટિલેટરના વહન માટે અન્ય  કોઈ જ વ્યવસ્થા કરવા માટે પણ સગવડ નહિ હોવાનું છતું થઇ રહ્યું છે.

વ૨ 47 લાખો રૂપિયાના વેન્ટિલેટર કચરાની ગાડીમાં ? ગુજરાતની સિસ્ટમ જ વેન્ટિલેટર પર

ઉલ્લેખનીય છે કે સુરત માં વધતા જતા કેસ ને લઈ વલસાડ થી લઇ જવાયા વેન્ટિલેટર સિસ્ટમ મંગાવવામાં આવી હતી. જેમાં સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. આ વેન્ટીલેટર મશીનને કચરાના ટેમ્પોમાં લઇ જવામાં આવી છે. મીડિયા દ્વારા આ અંગે પૂછતાં કર્મચારીઓએ ઇમરજન્સી હોવથી લેવા આવ્યા છે, તેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો.

સુરત ની મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાંઆ વેન્ટીલેટર લઈ જવાયા છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા છે. આ ટેમ્પોમાં વેન્ટીલેટરને પેક કર્યા વગર જ સુરત મોકલી દેવામાં આવ્યા છે.