Indigo Viral Video/ ઈન્ડીગો ફ્લાઈટના પાયલટને થપ્પડ મારવાનો કેસ, ક્રુ મેમ્બર્સ વૃધ્ધોને કરતા હતા નજરઅંદાજ

આ જ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા સનલ વિજે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર 15 જાન્યુઆરીએ લખ્યંબ હતું કે હું હિંસાનું સમર્થન નથી કરતો પરંતુ ઈન્ડીગોએ આ બનાવનો ફાયદો ઉઠાવ્યો છે. પ્રવાસીને થપ્પડ મારવાની ઘટના પાછળ ઈન્ડીગોએ પોતાની ભૂલોને છુપાવી છે.

India
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 01 17T173818.223 ઈન્ડીગો ફ્લાઈટના પાયલટને થપ્પડ મારવાનો કેસ, ક્રુ મેમ્બર્સ વૃધ્ધોને કરતા હતા નજરઅંદાજ

ઈન્ડીગો ફ્લાઈટમાં પાયલટને થપ્પચ મારવાના ચોંકાવનારા બનાવમાં નવા નવા દાવા થઈ રહ્યા છે. આ ફ્લાઈટમાં પ્રવાસ કરતા એક અન્ય પ્રવાસીએ ઘટના માટે એરલાઈન્સને જવાબદાર ઠેકરવી હતી. સનલ વિજ નામના પ્રવાસીએ આરોપ લગાવ્યો છે કે પ્રવાસીની ભૂલ કાઢીને ઈન્ડીગો પોતાના ગેરસંચાલન અને ખામીઓને છુપાવી રહી છે.

14 જાન્યુઆરીએ ઈન્ડીગોની દિલ્હી-ગોવા ફ્લાઈટ 6E-2175 માં સાહિલ કટારીયા નામના પ્રવાસીએ પાયલટને તમાચો ફટકારી દીધો હતો. આ ગટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જોકે તેની ધરપકડ બાદ તેને જામીન પણ મળી ગયા હતા.

આ જ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા સનલ વિજે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર 15 જાન્યુઆરીએ લખ્યંબ હતું કે હું હિંસાનું સમર્થન નથી કરતો પરંતુ ઈન્ડીગોએ આ બનાવનો ફાયદો ઉઠાવ્યો છે. પ્રવાસીને થપ્પડ મારવાની ઘટના પાછળ ઈન્ડીગોએ પોતાની ભૂલોને છુપાવી છે.

પ્રવાસીના જણાવ્યા મુજબ દિલ્હી-ગોવા ફ્લાઈટ સવારે 7.40 વાગ્યે અપડવાની હતી. પરંતુ ફ્લાઈટ સાંજે 5.35 વાગ્યે રવાના તઈ હતી. આ ફ્લાઈટમાં બેઠેલા 166 પ્રવાસીઓને કેટલાય કલાક સુધી ભુખ્યા તરસ્યા રાખ્યા બાદ સાંજે 4 વાગ્યે જમવાનું અપાયું હતું. વૃધ્ધ પ્રવાસીઓએ કેટલીય વાર પાણી માંગ્યું, પરંતુ ક્રુ મેમ્બરો તેમને નજરઅંદાજ કરી રહ્યા હતા.

બીજીતરફ ભારતમાં રહેતી રશિયન મોડેલ અને એક્ટ્રેસ એવગેનિયા બેલ્સકાયા પણ આ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહી હતી. તેણે આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કર્યો હતો. બેલ્સકાયાએ દાવો કર્યો હતો કે પાયલટ ફ્લાઈટ મોડી પડવા બદલ પ્રવાસીઓને દોષી ઠરાવી રહ્યો હતો.

વધુમાં એલગેનિયા બેલ્સકાયાએ કહ્યું હતું કે જ્યારે અમે પ્લાઈટમાં ચઢ્યા ત્યારે બે કલાક ફ્લાઈટ મોડી હોવાની માહિતી આપવામાં આવી હતી. જેનાથી નારાજ ફ્લાઈટના પ્રવાસીઓ પાયલટને આ બાબતે પુછવા લાગ્યા હતા. તે સમયે પાયલટે કહ્યું કે તમે બહુ સવાલ કરી રહ્યા છો.

જોકે બેલ્સકાયાએ પાયલટને થપ્પડ મારવાની ઘટનાને ખોટી ગણાવી હતી. તેણે વિડીયો મેસેજ દ્વારા કહ્યું હતું કે પાયલટને મારઝુડ કરવી ખોટું છે, પરંતુ તે પ્રવાસીઓને કેમ દોષ આપી રહ્યો છે. દરેક પ્રવાસી ગભરાયેલા હતા અને તેમને સપોર્ટ કરવાને બદલે પાયલટે ઉલ્યું બોલી રહ્યો છે. બેલ્સકાયાએ ઈન્ડીગો ફ્લાઈટમાં થયેલો વિવાદની ઘટના ઈન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવીને શેર કરી છે.

બીજીતરફ સાહિલ કટારીયાએ જ્યારે કો-પાયલટ અનુપકુમારને થપ્પડ મારી ત્યારે તેના બચાવમાં આવેલી એર હોસ્ટેસે કહ્યું કે સર આ ખોટું છે. તમે આવું ન કરી શકો.તે સમયે પ્રવાસીએ કહ્યું કે હું આવું કેમ ન કરી શકું.આરોપી સાહિલે પાયલટને મારઝુડ કર્યા બાદ પણ કહ્યું હતું કે ચલાવવી હોય તો ચલાવ નહીતર ગેટ ખોલી નાંખ.

ઘટના બાદ ફ્લાઈટમાં બેઠેલા પ્રવાસીઓએ પણ આરોપીની હરકતનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેને વિમાનમાંથી બહાર લઈ જઈને સુરક્ષા બળોને સોંપી દોવાયો હતો. ઈન્ડીગોએ તેની વિરૃધ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની વિરૃધ્ધ સીઆરપીસીની કલમ 41 હેઠળ નોટીસ આપ્યા બાદ દિલ્હી પોલીસે તેને જામની પર છોડી દીધો હતો. મિડીયામાં દર્શાવાયેલા એક વિડીયોમાં જ્યારે તેને પ્લેનમાંથી સુરક્ષા બળો બહાર લાવી રહ્યા હતા ત્યારે તે હાથ જોડતો નજરે ચડ્યો હતો.કહેવાય છે કે તે માફી માંગી રહ્યો હતો.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:DGCA/પ્લેનમાં વિલંબ અને મુસાફરોની સુવિધા માટે જાહેર કરાઈ નવી SOP, સિંધિયાએ હુમલો કેસ પર કહ્યું- કડક કાર્યવાહી કરાશે

આ પણ વાંચો:Indigo Viral Video/હનીમૂન માટે ગોવા જઈ રહ્યો હતો સાહિલ, હાલાત એવી બની કે સીધા જેલ ભેગા થવું પડ્યું 

આ પણ વાંચો:નવી દિલ્હી/ઈન્ડીગો ફ્લાઈટમાં પ્રવાસીએ પાયલટને ઝૂડી નાંખ્યો