Not Set/ પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં આતંકી હુમલો, સેનાનાં 10 જવાનોનાં થયા મોત

પાકિસ્તાનનાં અશાંત પ્રાંત દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાનનાં કેચ જિલ્લામાં પોલીસ ચોકી પર થયેલા આતંકવાદી હુમલામાં સુરક્ષા દળોનાં 10 જવાનોનાં મોતનાં સમાચાર આવી રહ્યા છે.

Top Stories World
11 2022 01 28T090801.980 પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં આતંકી હુમલો, સેનાનાં 10 જવાનોનાં થયા મોત
  • પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં આતંકી હુમલો
  • પાકિસ્તાની સેનાના 10 સૈનિકો ઠાર
  • 25થી 26 જાન્યુઆરી વચ્ચેની રાત્રે હુમલો
  • પાકિસ્તાની સેનાએ વળતી કાર્યવાહી કરી
  • 1 આતંકી ઠાર, અન્ય કેટલાક આતંકી ઘાયલ

પાકિસ્તાનનાં અશાંત પ્રાંત દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાનનાં કેચ જિલ્લામાં પોલીસ ચોકી પર થયેલા આતંકવાદી હુમલામાં સુરક્ષા દળોનાં 10 જવાનોનાં મોતનાં સમાચાર આવી રહ્યા છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાની સેનાએ આ માહિતી આપી હતી.

આ પણ વાંચો – TRAIનો આદેશ / ટેલિકોમ કંપનીઓએ હવે પ્રીપેડ રિચાર્જ પર 28 નહી 30 દિવસની વેલિડિટી આપવી પડશે

આ સંદર્ભમાં, પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ 25-26 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે અચાનક હુમલો કર્યો હતો. આ દરમિયાન બંને તરફથી ભીષણ ગોળીબાર થયો હતો. જેમાં સેનાનાં 10 જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાન સેના દ્વારા આપવામાં આવેલા આ નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ ફાયરિંગમાં એક આતંકીને ઠાર કરવામાં પણ સફળતા મળી છે. જ્યારે અન્ય કેટલાક આતંકીઓ ઘાયલ થયા હતા. સૈન્ય કાર્યવાહીનાં અંત સુધીમાં, સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને જીવતા પકડ્યા હતા. સેનાનું કહેવું છે કે હજુ સુધી કોઈ વિદ્રોહી કે આતંકવાદી જૂથે આ ઘટનાની જવાબદારી લીધી નથી.  જણાવી દઇએ કે, ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા બલૂચિસ્તાનનાં ભાગમાં લાંબા સમયથી હિંસક બળવો ચાલી રહ્યો છે. આ ઘટના પહેલા પણ બલૂચ વિદ્રોહી જૂથોએ આ વિસ્તારમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટને નિશાન બનાવીને હુમલા કર્યા છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનનાં બલૂચિસ્તાન પ્રાંતમાં ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આ જ કેચ જિલ્લાની પોલીસ ચેકપોસ્ટને આતંકવાદીઓએ બે વખત નિશાન બનાવી હતી. ત્યારબાદ આતંકીઓએ બોમ્બથી હુમલો કર્યો. આ હુમલામાં બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ, આ હુમલો ત્યારે થયો જ્યારે ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video

પાકિસ્તાનનાં અગ્રણી અખબાર ‘ડૉન’નાં અહેવાલ અનુસાર, 21 જાન્યુઆરીએ પાકિસ્તાનનાં આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ આતંકવાદ સામે લડવા માટે સેનાનાં સંકલ્પને દોહરાવ્યો હતો. જનરલ બાજવાએ કહ્યું, ‘શહીદ થયેલા લોકોનું બલિદાન વ્યર્થ નહીં જાય. પાકિસ્તાનમાં ટૂંક સમયમાં સંપૂર્ણ શાંતિ પાછી આવશે.