વિખવાદ/ પંજાબ કોંગ્રેસમાં નવજોત સિદ્વુ અને નાયબ મુખ્યમંત્રી રંધાવા વચ્ચે વિખવાદ,જાણો વિગત

કેપ્ટન અમરિન્દર સિંહ બાદ હવે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવા વચ્ચે વિખવાદ વધવા લાગ્યો છે

Top Stories India
sindhu પંજાબ કોંગ્રેસમાં નવજોત સિદ્વુ અને નાયબ મુખ્યમંત્રી રંધાવા વચ્ચે વિખવાદ,જાણો વિગત

પંજાબ કોંગ્રેસના નેતાઓ વચ્ચેનો મતભેદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કેપ્ટન અમરિન્દર સિંહ બાદ હવે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવા વચ્ચે વિખવાદ વધવા લાગ્યો છે. સિદ્ધુના સતત પ્રહારો વચ્ચે નાયબ મુખ્યમંત્રી રંધાવાએ પણ તેમની વિરુદ્ધ ખુલ્લેઆમ બોલવાનું શરૂ કરી દીધું છે. રંધાવાએ સિદ્ધુ પર પ્રહાર કરતા ગૃહ મંત્રાલય છોડવાની પણ ઓફર કરી છે.ચંદીગઢમાં એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં નાયબ મુખ્યમંત્રી રંધાવાએ પંજાબમાં કોંગ્રેસનો મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર ન કરવાના સિદ્ધુના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ચૂંટણીમાં કોંગ્રેસનો ‘વર’ છે.

ચૂંટણી બાદ મુખ્યમંત્રી કોણ બનશે તે ધારાસભ્યો નક્કી કરશે. આ અંગે કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ ચૌધરી જ સત્તાવાર નિવેદન આપી શકે છે. આ દરમિયાન રંધાવાએ સિદ્ધુને સંગઠનની તાકાત ગણાવતા કહ્યું કે પાર્ટી મોટી થાય છે. કોંગ્રેસ પક્ષમાં મુખ્ય પ્રધાન કરતાં પ્રધાનનો દરજ્જો મોટો છે. તેમણે સિદ્ધુને કોંગ્રેસની સંસ્કૃતિ શીખવાની સલાહ આપી. ગૃહ મંત્રાલય છોડવાની ઓફર કરતાં તેમણે કહ્યું કે સિદ્ધુ ખૂબ મહત્વાકાંક્ષી છે. જ્યારથી તેમને ગૃહ મંત્રાલય મળ્યું છે ત્યારથી નવજોત સિંહ સિદ્ધુ નારાજ છે.

અકાલી નેતા મજીઠિયાને લઈને સિદ્ધુના નિવેદન પર સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું છે કે ડ્રગ્સને લઈને મજીઠિયા વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે તે કાયદા મુજબ કરવામાં આવી છે. આ અંગે સિદ્ધુ જે નિવેદન આપી રહ્યા છે તે સંદેશો આપી રહ્યા છે કે કોંગ્રેસે બદલો લેવા માટે આ કાર્યવાહી કરી છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષને પંજાબના લોકોને ન્યાય મળવા દેવા વિનંતી કરી. મજીઠિયાની ધરપકડ ન કરવા બદલ સરકાર પર સિદ્ધુના પ્રહારો પર રંધાવાએ કહ્યું કે કાયદો જે કહેશે તે કરશે.ઉલ્લેખનયીય કે સુખજિંદર સિંહ રંધાવા નવજોત સિંહ સિદ્ધુના નજીકના માનવામાં આવે છે. સિદ્ધુએ રંધાવા સાથે મળીને કેપ્ટન વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો.