Not Set/ સાઉદી પ્રિન્સે કર્યો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસને ફોન હેક?

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના વડા જેફ બેઝોસના ફોન હેકિંગના મામલા પર સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પર આરોપ લગાવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સે બેઝોસને વોટ્સએપ પર એક વીડિયો મોકલ્યો હતો, જે તેને ખોલ્યા પછી જ હેક થઇ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે […]

World
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 6 સાઉદી પ્રિન્સે કર્યો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસને ફોન હેક?

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના વડા જેફ બેઝોસના ફોન હેકિંગના મામલા પર સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પર આરોપ લગાવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સે બેઝોસને વોટ્સએપ પર એક વીડિયો મોકલ્યો હતો, જે તેને ખોલ્યા પછી જ હેક થઇ ગયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એમેઝોનના ચીફ જેફ બેઝોસના ફોન હેકિંગનો મામલો 2018નો છે. જ્યારે તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સંક્રિમિત વિડીયો સંદેશાથી તેના ફોન પરથી ડેટાની ચોરી થઈ હતી અને એક કલાકમાં મોટા પ્રમાણમાં ડેટા ચોરાઇ ગયો હતો. આ વીડિયો સંદેશ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના અંગત એકાઉન્ટથી વોટ્સએપ દ્વારા મોકલવામાં આવ્યો છે.

આ સનસનાટીભર્યા અહેવાલ ‘ધ ગાર્ડિયન’માં પ્રકાશિત થયો છે, જે મુજબ સાઉદી ક્રાઉન પ્રિન્સે 1 મે, 2018 ના રોજ જેફ બેઝોસને એક વીડિયો સંદેશ મોકલ્યો હતો, જેણે તેના ફોનમાંથી એક કલાકમાં ડેટા ચોરી લીધો હતો. અત્યારે તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેના ફોનમાંથી કેવા પ્રકારનો ડેટા કાઢવામાં આવ્યો હતો અને એમેઝોનના વ્યવસાય સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી પણ ચોરી થઈ હતી કે નહીં.

આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે જેફ બેઝોસ અને તેની પત્ની મેકેન્ઝીએ 25 વર્ષના લગ્ન જીવન પછી એક વર્ષ પહેલા છૂટાછેડાની ઘોષણા કરી હતી. ત્યારબાદ, એક અમેરિકન ટેબ્લોઇડ ‘ધ નેશનલ એન્ક્વાયરર’ એ બેઝોસના પૂર્વ ટીવી એન્કર લોરેન સાંચેઝ સાથેના લગ્નેત્તર સંબંધોની જાણ કરી અને આ સંબંધમાં એક સીરીઝ પણ  ચલાવી.

બેઝોસના લગ્નેત્તર સંબંધો અંગેના ‘ધ નેશનલ એનક્વાયરર’ અહેવાલ પર, તેમના એક સુરક્ષા સલાહકાર ગેવિન ડી બેકરે જણાવ્યું હતું કે, તેમને એવું લાગ્યું હતું કે ટેબ્લો અહેવાલ પહેલાં તેનો ફોન સાઉદી સરકાર દ્વારા હેક કરવામાં આવ્યો હતો. તેમણે આ સંદર્ભમાં ‘તપાસકર્તાઓ અને વિવિધ નિષ્ણાતો’ નો ઉલ્લેખ કર્યો, જો કે આ મામલે કોઈ મજબૂત પુરાવા નથી.

જ્યારે બેકરે ‘ધ નેશનલ એન્ક્વાયરર’ અને સાઉદી અરેબિયન ઉદ્યોગપતિનો ઉલ્લેખ કર્યો છે, ત્યારે બેકરે એમ પણ કહ્યું હતું કે ‘વોશિંગ્ટન પોસ્ટ’ જેની માલિકી જેફ બેઝોસ છે, તેણે ઓક્ટોબર 2018 માં સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યાના કવરેજ પર પ્રકાશ પાડ્યો હતો. તેથી સંભવ છે કે તે બેઝોસને નુકસાન પહોંચાડવા માંગે છે. ખાશોગી સાઉદી અરબી શાહી પરિવારના કટ્ટર વિવેચકોમાંનો એક હતો, અને હત્યામાં સાઉદી ક્રાઉન પ્રિન્સનું નામ પણ લેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.