Not Set/ માત્ર 26 દિવસમાં 1 લાખ લોકોના મોત સાથે ભારત દુનિયામાં ત્રીજા સ્થાને, જાણો કયા દેશમાં નોધાયા સૌથી વધુ મોત  

14 મહિના અને 10 દિવસ પછી, મૃત્યુની સંખ્યા 3 લાખ પર પહોચી ચુકી છે. અત્યાર સુધીમાં, કુલ 3,02,744 લોકો આ રોગચાળાના શિકાર બન્યા છે.

Top Stories India
corona 5 માત્ર 26 દિવસમાં 1 લાખ લોકોના મોત સાથે ભારત દુનિયામાં ત્રીજા સ્થાને, જાણો કયા દેશમાં નોધાયા સૌથી વધુ મોત  
  • કોરોનાથી થયેલા  3 લાખ લોકોના મૃત્યુ સાથે ભારત ત્રીજા  સ્થાને,
  • અમેરિકા અને બ્રાઝિલ પછી ભારત ત્રીજા સ્થાને 

રવિવારે ભારતમાં કોરોનાથી મૃત્યુ પામેલા કુલ દર્દીઓની સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે. દેશમાં કોરોનાથી પ્રથમ મોત ગત વર્ષે 13 માર્ચે નોધાઇ હતી.  14 મહિના અને 10 દિવસ પછી, મૃત્યુની સંખ્યા 3 લાખ પર પહોચી ચુકી છે. અત્યાર સુધીમાં, કુલ 3,02,744 લોકો આ રોગચાળાના શિકાર બન્યા છે. દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. પરંતુ હજુ પણ મૃત્યુઆંક ઓછો થઈ રહ્યો નથી. મેમાં દરરોજ સરેરાશ 3500 લોકોના મોત થયા છે. આ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે.

Global Covid deaths top 3m as India posts another daily record rise in  cases | India | The Guardian

વિશ્વના બે જ દેશોમાં કોરોનાથી અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાંથી અમેરિકા પ્રથમ અને બ્રાઝિલ બીજા સ્થાને છે. યુ.એસ. માં, ચેપને કારણે કુલ  6 લાખ અને બ્રાઝીલમાં 4. 8 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે.બીજી તરંગ ટોચ પર પહોંચે તે પહેલાં દેશમાં એક દિવસમાં 4 લાખ જેટલા કેસ નોંધાયા છે. હવે આ સંખ્યા ઘટીને અઢી લાખ  થઈ ગઈ છે. જો કે, તેઓ હજી પણ વિશ્વમાં સૌથી વધુ છે.

India 'Double Mutant' COVID Variant Driving Catastrophic Surge Also Found  In U.S., Bay Area – CBS San Francisco

એક મહિના કરતા ઓછા સમયમાં એક લાખના મોત
દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા એક લાખ સુધી પહોંચવામાં લગભગ સાડા છ મહિના થયા. એક થી બે લાખ પહોચવામાં  7 મહિનાથી ઓછો સમય લાગ્યો. તે જ સમયે, ત્રીજા લાખની સંખ્યા માટે માત્ર 26 દિવસ જેટલો ઓચ્ચો સમય લાગ્યો  છે. દરમિયાન, સ્મશાનમાં સળગતી ચિતા,  મૃતદેહના ઢગલા અને  ગંગા કિનારે મૃતદેહને દફનાવવાના અનેક ફોટોગ્રાફ્સ પણ બહાર આવ્યા હતા.

U.S. to send more than $100 million in COVID supplies to India | SaltWire

દેશમાં 35 દિવસ પછી 2.5 લાખથી ઓછા નવા કેસ
દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે પોતાની ગઈ ઘટાડી રહી છે. શનિવારે દેશમાં  2 લાખ 40 હજાર 766 નવા કેસ સામે આવ્યા હતા.  35 દિવસ પછી, દેશમાં નવા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2.5 લાખથી ઓછી થઈ ગઈ છે. આ પહેલા 16 એપ્રિલના રોજ 2 લાખ 34 હજાર 2 લોકોને કોરોના ચેપ લાગ્યો હતો.