રજૂઆત/ ઓફલાઈન અભ્યાસ કરતાં કોલેજના વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબલેટ મળી શકે તો ઓનલાઇન અભ્યાસ કરતાં બાળકોને કેમ નહીં ?

કોલેજના પ્રથમ વર્ષમાં આવતા વિદ્યાર્થીઓને સરકારની યોજના અનુસાર એક હજાર રૂપિયામાં ટેબલેટ સહાય આપવામાં આવે છે. જો ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના શિક્ષણ ના હિત માટે સરકાર તરફથી રાજ્યના ઓનલાઇન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સત્વરે આ સ્કીમ લાગુ કરવામાં આવે

Top Stories Gujarat Others Trending
vanchan 11 ઓફલાઈન અભ્યાસ કરતાં કોલેજના વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબલેટ મળી શકે તો ઓનલાઇન અભ્યાસ કરતાં બાળકોને કેમ નહીં ?

કોરોના કોરોના કાળમાં છેલ્લા દોઢ વર્ષથી શાળામાં ઓફલાઈન શિક્ષણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ત્યારે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યરે બાળકોના માથે શાળાની ફી સાથે ઓનલાઈન ભણતર માટે સ્માર્ટ ફોન અને નેટનો ખર્ચ વધ્યો છે. જો ઘરમાં બે -ત્રણ ભણતા બાળકો હોય તો એટલા મોબાઈલ આજના ઓન લાઈન અભ્યાસ માટે અનિવાર્ય બન્યા છે. જે મધ્યમ વર્ગીય કે આર્થિક સંકળામણ અનુભવતા પરિવાર માટે વિકટ સમસ્યા બનતું જઈ રહ્યું છે.

vanchan 10 ઓફલાઈન અભ્યાસ કરતાં કોલેજના વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબલેટ મળી શકે તો ઓનલાઇન અભ્યાસ કરતાં બાળકોને કેમ નહીં ?

ગુજરાત રાજ્ય માં શહેરી વસ્તી કરતાં ગ્રામીણ વિસ્તારમાં વસ્તી વધુ છે ઘણા અંતરિયાળ ગામો એવા છે કે જ્યાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા હોતી નથી. ઓનલાઇન શિક્ષણ માટે ખાનગી કે સરકારી શાળાઓ તરફથી સ્માર્ટફોન લેવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. અથવા વાલીગણ પોતાના પાલ્યના સારા ભવિષ્ય માટે આ સગવડ અપાવતા થયા છે. ત્યારે કેટલાક બાળકો ના આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી. દરેક પરિવાર તેમના બાળકને ઓનલાઇન અભ્યાસ કરવા માટે અંદાજે ૩૦ હજાર રૂપિયાથી વધુનો ખર્ચ કરવો પડતો હોય છે.

અત્રે નોંધનીય છે કે કોલેજના પ્રથમ વર્ષમાં આવતા વિદ્યાર્થીઓને સરકારની યોજના અનુસાર એક હજાર રૂપિયામાં ટેબલેટ સહાય આપવામાં આવે છે. જો ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના શિક્ષણ ના હિત માટે સરકાર તરફથી રાજ્યના ઓનલાઇન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સત્વરે આ સ્કીમ લાગુ કરવામાં આવે જેથી કરી આવા વિદ્યાર્થી અને તેમના માતા-પિતાને બાળકોને ભણાવવામાં સગવડતા રહે અને બાળકો પણ નિર્વિઘ્ને ભણી શકે.

આ અંગેની રજૂઆત પાટણ વિધાનસભા ના ધારાસભ્ય કીરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કરવામાં આવી છે.  હવે જોવું રહ્યું કે પ્રાથમિક શિક્ષણ બિન ગુણવત્તા સુધારવા માટે પ્રયાસરત મુખ્યમંત્રી આ દિશામાં કેવા પગલાં ભરશે.