Not Set/ પી ચિદમ્બરમે નાણાં મંત્રી નિર્મલા સીતારમને પૂછ્યુ, શું તમે એવોકેડો ખાઓ છો?

ડુંગળીનાં આભ સુધી પહોચેલા ભાવ વચ્ચે હવે દેશનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. ડુંગળીનાં ભાવો પર મોદી સરકારને ઘેરી લેવા વિપક્ષે ગુરુવારે સંસદ સંકુલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બુધવારે વિપક્ષે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ડુંગળી અંગે આપેલા વિવાદિત નિવેદનમાં હુમલો વધુ તીવ્ર બનાવ્યો છે. આઈએનએક્સ મીડિયા કેસમાં જામીન મળ્યા બાદ આજે સંસદ ભવન પહોંચેલા […]

Top Stories India
8 પી ચિદમ્બરમે નાણાં મંત્રી નિર્મલા સીતારમને પૂછ્યુ, શું તમે એવોકેડો ખાઓ છો?

ડુંગળીનાં આભ સુધી પહોચેલા ભાવ વચ્ચે હવે દેશનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. ડુંગળીનાં ભાવો પર મોદી સરકારને ઘેરી લેવા વિપક્ષે ગુરુવારે સંસદ સંકુલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બુધવારે વિપક્ષે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ડુંગળી અંગે આપેલા વિવાદિત નિવેદનમાં હુમલો વધુ તીવ્ર બનાવ્યો છે. આઈએનએક્સ મીડિયા કેસમાં જામીન મળ્યા બાદ આજે સંસદ ભવન પહોંચેલા કોંગ્રેસનાં નેતા પી.ચિદમ્બરમે પણ સીતારમન ઉપર શાંબ્દિક હુમલો કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે ‘નાણાં પ્રધાને ગઈકાલે કહ્યું હતું કે તે ડુંગળી ખાતી નથી, તો તે શું ખાય છે?  શું તે એવોકેડો ખાય છે? ‘

વિપક્ષના સાંસદોએ સવારે ડુંગળીનાં વધેલા ભાવોની સાથે ડુંગળીની બાસ્કેટ મૂકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમે પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શન દરમિયાન સાંસદોએ મોદી સરકાર વિરુદ્ધ જુદા જુદા સૂત્રોનાં પોસ્ટર લગાવ્યા હતા. એક પોસ્ટરમાં લખ્યું હતું કે ‘આ મોદી શાસન કેવી છે, મોંઘુ રાશન મોંઘી ડુંગળી’, જ્યારે બીજા પોસ્ટરમાં લખ્યું હતું કે ‘મોંઘવારીની ડુંગળી પર માર, ચૂપ કેમ છે મોદી સરકાર.’

એવોકેડો એ એક પ્રકારનું ફળ છે. તે એલીગેટર પિઅર તરીકે પણ ઓળખાય છે. તેમાં ઉચ્ચ માત્રામાં ફેટી એસિડ્સ હોય છે પરંતુ તેમાં કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ ઓછું હોય છે. એવોકેડો ખાવાનાં ઘણા ફાયદા છે. તે એક ઉચ્ચ ફાઇબર ફળ છે જે પાચન તંત્રને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તે પેટનાં કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. તેને ખાવાથી બીજી ઘણી બીમારીઓથી પણ બચી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.