Not Set/ ગ્લોબલ માર્કેટની નેગેટીવ અસરના કારણે સેન્સેક્સમાં ૧૨૫૦ પોઇન્ટનો કડાકો, રોકાણકારોએ ગુમાવ્યા ૫.૪૦ લાખ કરોડ રૂ.

મુંબઈ, ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગલકારી જોવા મળી રહ્યો છે. મંગળવાર સવારે બજાર ખુલતાની સાથે જ ગણતરીની સેકન્ડમાં રોકાણકારોના ૫ લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા ડૂબી ગયા છે. ગ્લોબલ માર્કેટમાં જોવા મળતા નેગેટીવ સંકેતોની અસર ભારતીય શેરબજારોમાં પણ પડી હતી. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના ૩૦ શેરોની ઇન્ડેક્સ સેન્સેક્સમાં ૧૨૫૦ પોઇન્ટનો કડાકો નોધાયો હતો […]

Top Stories
sensex ks3G ગ્લોબલ માર્કેટની નેગેટીવ અસરના કારણે સેન્સેક્સમાં ૧૨૫૦ પોઇન્ટનો કડાકો, રોકાણકારોએ ગુમાવ્યા ૫.૪૦ લાખ કરોડ રૂ.

મુંબઈ,

ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગલકારી જોવા મળી રહ્યો છે. મંગળવાર સવારે બજાર ખુલતાની સાથે જ ગણતરીની સેકન્ડમાં રોકાણકારોના ૫ લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા ડૂબી ગયા છે. ગ્લોબલ માર્કેટમાં જોવા મળતા નેગેટીવ સંકેતોની અસર ભારતીય શેરબજારોમાં પણ પડી હતી. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના ૩૦ શેરોની ઇન્ડેક્સ સેન્સેક્સમાં ૧૨૫૦ પોઇન્ટનો કડાકો નોધાયો હતો અને બજારના પ્રારંભિક તબક્કે ઘટીને ૩૩,૪૮૨.૮૧ પોઇન્ટ નોધાયો હતો. જયારે નિફ્ટીમાં પણ ૩૨૧..૪૫ પોઈન્ટનો ઘટાડો નોધાયો હતો અને ૧૦૩૪૫ પોઈન્ટ પર ટ્રેડીંગ કરી રહ્યું હતું.

મંગળવારે BSEમાં ટાટા મોટર્સના શેર ૬.૪૫ ટકા ટુટીને ૩૭૦.૫૦ રૂપિયા સુધી આવી ગયા હતા. આ ઉપરાંત એક્સિસ બેંક, યસ બેંક, અદાની પોર્ટસ અને ટાટા સ્ટીલમાં અનુક્રમે ૪.૨૭ %, ૩.૯૧ %, ૩.૬૨ % અને ૩.૨૩ % નો ઘટાડો નોધાયો હતો.

માર્કેટના શરૂઆતી બજારમાં લાર્જ કેપ શેરની સાથે મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપના શેરોમાં વક્રાંગી, અદાણી પાવર, એનબીસીસી, ટોરેન્ટ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, પેજ ઇન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ ફાઈનાન્સ, ટીવીએસ મોટર્સ, વર્લપુલ, મુથુટ ફાઈનાન્સ, સેઈલ અને જીએમઆર ઇન્ફ્રામાં ૯.૯૯ ટકા થી ૪.૭૦ ટકા સુધી તૂટ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, BSEમાં ઘટાડો ૧ ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવેલા સામાન્ય બજેટના એક દિવસ પહેલાથી જ શરુ થઇ ગયું હતું. ગત બુધવારે BSE સેન્સેક્સમાં ૬૯ પોઈન્ટ ઘટીને ૩૫,૯૬૫ પર બજાર બંધ થયું હતું જયારે નિફ્ટીમાં ૨૨ પોઈન્ટ ઘટીને ૧૧,૦૨૮ પર બંધ થયું હતું.
સામાન્ય બજેટના દિવસે પણ સેન્સેક્સમાં ૫૦૦ પોઈન્ટનો કડાકો નોધાયો હતો જયારે શુકવારે પણ સેન્સેક્સ ૮૫૦ પોઇન્ટ ઘટીને ૩૫,૦૬૬થી નીચે આવી ગયો હતો. જયારે નિફ્ટીમાં પણ ૨૫૫ પોઇન્ટનો કડાકો નોધાયો હતો. ગત વર્ષના ઓગસ્ટ બાદ BSEમાં આ સૌથી મોટો કડાકો હતો.