Not Set/ ૧૬ ફેબ્રુઆરીએ યોજાનારા પ્રથમ આંશિક સૂર્યગ્રહણનો આ રાશિ પર રહેશે પ્રભાવ, જુઓ

અમદાવાદ, વર્ષ ૨૦૧૮માં ૩ આંશિક સૂર્યગ્રહણ થવાના છે. આ તમામ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય પરંતુ આ સુર્ય ગ્રહણનો  પ્રભાવ લોકો પર પડી શકે છે. આ ત્રણેય સુર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકા, એટલાંટિકા અને એંટાર્કટિકા વિસ્તારમાં જોઈ શકાશે. આ ત્રણમાંથી પહેલું સૂર્યગ્રહણ ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાવવાનું છે પણ જે ભારતમાં નહીં જોવા મળે. વૈદિક જ્યોતિષોના જણાવ્યા મુજબ, […]

Top Stories
07479c07 cbe3 46f1 9c60 2a71869df3d4 ૧૬ ફેબ્રુઆરીએ યોજાનારા પ્રથમ આંશિક સૂર્યગ્રહણનો આ રાશિ પર રહેશે પ્રભાવ, જુઓ

અમદાવાદ,

વર્ષ ૨૦૧૮માં ૩ આંશિક સૂર્યગ્રહણ થવાના છે. આ તમામ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય પરંતુ આ સુર્ય ગ્રહણનો  પ્રભાવ લોકો પર પડી શકે છે. આ ત્રણેય સુર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકા, એટલાંટિકા અને એંટાર્કટિકા વિસ્તારમાં જોઈ શકાશે. આ ત્રણમાંથી પહેલું સૂર્યગ્રહણ ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાવવાનું છે પણ જે ભારતમાં નહીં જોવા મળે.

વૈદિક જ્યોતિષોના જણાવ્યા મુજબ, આ સુર્ય ગ્રહણ શતભિષા નક્ષત્રમાં અને કુંભ રાશિમાં સર્જાશે. શતભિષા રાહુનુ નક્ષત્ર છે, જેથી આ નક્ષત્ર સંબંધિત રાશિના લોકો માટે આ ગ્રહણ અનેક મુશ્કેલી લઈને આવશે.

 આંશિક સૂર્યગ્રહણનો આ રાશિ પર રહેશે પ્રભાવ :

મેષ રાશિ માટે આ ગ્રહણ આર્થિક લાભ કરાવશે, તેમજ સામાજિક પ્રતિષ્ઠા વધારશે.

વૃષભ રાશિ માટે આ ગ્રહણ થોડી મુશ્કેલી લઈને આવશે, ખાસ કરીને પારિવારિક જીવનમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.

મિથુન રાશિ માટે આ ગ્રહણ લાભની શક્યતા દર્શાવે છે, જાકે તેમને પ્રેમસંબંધમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

કર્ક રાશિના જાતકોને આ ગ્રહણ ભારે પડશે. તેમને અચાનક ધનહાનિનો સામનો કરવો પડશે.

સિંહ રાશિ માટે આ ગ્રહણ જીવનમાં કષ્ટ લઈને આવશે. ખાસ કરીને વૈવાહિક જીવનમાં ઉથલપાથલ મચાવશે.

કન્યા રાશિ માટે આ ગ્રહણ લાભદાયી રહેશે.

તુલા રાશિ માટે આ ગ્રહણ સંઘર્ષનુ કારણ બની શકે છે.

વૃષિક રાશિના જાતકોને સારુ ફળ આપનાર રહેશે.

ધન રાશિ માટે પારિવારિક સંબંધ સુધારનાર રહેશે.

મકર રાશિ માટે માનસિક તણાવ વધારનાર રહેશે.

મીન પર અસર સમતોલ રહેશે. સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ જરુરી, પરિવારમાં વિવાદની શક્યતા.