અમદાવાદ/ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા ટૂંક સમયમાં, જાણો કેટલું પહોંચ્યું કામ

આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમા 125 થી 150 જેટલા લોકો આ ક્રુઝમાં બેસીને મુસાફરી કરી શકે છે.આ ક્રુઝ બોટમાં ગેટ ટુ ગેધર,કીટી પાર્ટી,બર્થડે પાર્ટી કે ઓફિસ ફક્શન ઓન કરી શકાશે.

Ahmedabad Gujarat
ફ્લોટિંગ રેસ્ટોરન્ટ

@મેહુલ દૂધરજિયા 

અમદાવાદમા આગામી દિવસોમાં લોકો તરતી રેસ્ટોરન્ટમાં લંચ અને ડિનર ની મજા માણી શકશે. રિવરફ્રન્ટ પર અલગ અલગ એક્ટિવિટી જોવા મળી રહી છે.વિદેશમાં હોય તેવા તમામ આકર્ષણ એક બાદ એક અમદાવાદ  રિવરફ્રન્ટ પર આવી રહયા છે.હવે આગામી થોડા જ દિવસમાં રિવરફ્રન્ટ પર ક્રુઝ માં તમે પરિવાર અને મિત્રો ફરવાની મજા માણી શકશો.

આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમા 125 થી 150 જેટલા લોકો આ ક્રુઝમાં બેસીને મુસાફરી કરી શકે છે.આ ક્રુઝ બોટમાં ગેટ ટુ ગેધર,કીટી પાર્ટી,બર્થડે પાર્ટી કે ઓફિસ ફક્શન ઓન કરી શકાશે.આ ક્રુઝ ની એસેમ્બલ કરવાની કામગીરી સાઈઠ ટકા જેટલી પૂર્ણ થઈ ચુકી છે.

Untitled 36 2 રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા ટૂંક સમયમાં, જાણો કેટલું પહોંચ્યું કામ

આ ક્રુઝ નું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે જેમાં પાણી ની સપાટી,પાણી ની ઉંડાઈ અને બને એન્જીન સાથે ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે.આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અથવા વડાપ્રધાન આ ક્રુઝ બોટ નું લોકાર્પણ કરે તેવી શકયતા છે.

Untitled 36 1 રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા ટૂંક સમયમાં, જાણો કેટલું પહોંચ્યું કામ

શુ શુ હશે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માં…

મ્યુઝિકલ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની સેવા આપશે ક્રુઝ

સરદાર બ્રીજથી ગાંધીબ્રીજ સુધી ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે

પાંચ મહિનામાં તેને એસેમ્બલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે

125 -150 લોકો એક સાથે આ ક્રુઝ ઉપર બેસી શકશે

PPP મોડેલ ઉપર SRFDL દ્વારા આ પ્રોજેક્ટની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી

60 ટકા એસેમ્બલ કરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અથવા વડાપ્રધાન ના હસ્તે થશે લોકાર્પણ

Untitled 36 રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા ટૂંક સમયમાં, જાણો કેટલું પહોંચ્યું કામ

આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર

આ પણ વાંચો:મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ

આ પણ વાંચો:ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી

આ પણ વાંચો:કલરવાળું અને દુર્ગંધ યુક્ત પાણી આવતું હોવાની ફરિયાદને લઈ જીપીસીબી એક્શનમાં, તાપી નદીના પાણીના લેવાયા સેમ્પલ

આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત