Not Set/ અમરેલી જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ ની ચૂંટણી જાહેર, સંઘાણી – રૂપાલાએ ભર્યા ફોર્મ…

અમરેલી જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ ની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. સહકારી ક્ષેત્રની ચૂંટણી જાહર થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. ત્યારે પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન દિલીપ સંઘાણી, કેન્દ્રીયમંત્રી પરશોતમ રૂપાલા સહિતના આગેવાનોએ ચૂંટણી માટેનાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે. આપને જણાવી દઇએ કે કેન્દ્રીયમંત્રી પરશોતમ રૂપાલા હાલ ગુજરાતમાં હાજર નથી અને માટે જ તેમની ગેરહાજરીમાં દરખાસ્ત […]

Gujarat Others
5d2522ce4b334fea7483b335f9f51696 અમરેલી જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ ની ચૂંટણી જાહેર, સંઘાણી - રૂપાલાએ ભર્યા ફોર્મ...

અમરેલી જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ ની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. સહકારી ક્ષેત્રની ચૂંટણી જાહર થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. ત્યારે પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન દિલીપ સંઘાણી, કેન્દ્રીયમંત્રી પરશોતમ રૂપાલા સહિતના આગેવાનોએ ચૂંટણી માટેનાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે. આપને જણાવી દઇએ કે કેન્દ્રીયમંત્રી પરશોતમ રૂપાલા હાલ ગુજરાતમાં હાજર નથી અને માટે જ તેમની ગેરહાજરીમાં દરખાસ્ત કરનારે જ રૂપાલાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. 

અમરેલી જીલ્લાની  અમર ડેરી ગૃપનાં કુલ 17 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે 4 મહિના ચૂંટણી પાછળ ઠેલાઈ હતી. આગામી 30 તારીખે મતદાન યોજાવવાનું છે, ત્યારે ચૂંટણીનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 છે અને 14 તારીખ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 

જોકે ચુંટણી બીનહરિફ થાય તેવી પુરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ભાજપનાં દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ પણ બીનહરિફ ચૂંટણી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પૂર્વે RDC બેંકની ચૂંટણી જાહેર થવા સમયે પણ બેંકના ચેરમેન દ્વારા સહકારીક્ષેત્રમાં તમામ પક્ષ સાથે મળી પ્રજાહિતનાં કાર્ય કરતા હોવાની વાત કહી ચૂંટણી બિનહરીફ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે આ પણ સહકારી ક્ષેત્ર હોવાથી આવી આશા અહીં પણ જોવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews