Not Set/ વડોદરામાં આજે એક પણ મોત નહીં, પરંતુ સંક્રમણનો આંક 67 આવતા લોકોની ઉંધ હરામ…

વડોદરામાં કોરોનાનાં કેસોમાં ભયજનક વધારો જોવામાં આવી રહ્યો છે. આજેનાં દિવસમાં વડોદરામા કોરોના પોઝિટિવનાં 67 કેસ નોંધવામાં આવતા જીલ્લાનો કુલ કોરોના કેસનો અત્યાર સુધીનો આંકડો અઘઘઘ 2768 પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોનાનાં અધધધ કેસ સામે આવ્યા છે, પરંતુ આજે એક પણ મોત નીપજ્યું નથી.  વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી વધતું કોરોનાનું […]

Gujarat Vadodara
27374e93f4ad23ec28d6bda362ece20f 5 વડોદરામાં આજે એક પણ મોત નહીં, પરંતુ સંક્રમણનો આંક 67 આવતા લોકોની ઉંધ હરામ...

વડોદરામાં કોરોનાનાં કેસોમાં ભયજનક વધારો જોવામાં આવી રહ્યો છે. આજેનાં દિવસમાં વડોદરામા કોરોના પોઝિટિવનાં 67 કેસ નોંધવામાં આવતા જીલ્લાનો કુલ કોરોના કેસનો અત્યાર સુધીનો આંકડો અઘઘઘ 2768 પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોનાનાં અધધધ કેસ સામે આવ્યા છે, પરંતુ આજે એક પણ મોત નીપજ્યું નથી. 

વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી વધતું કોરોનાનું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યો છે. વડોદરા શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાની દહેશત વધી છે.  જીલ્લાનાં પાદરા, ડભોઇ, સાવલીમાં કોરોનાનાં કેસોમાં વધારો નોંધવામાં આવી રહ્યો છે. જો કે, આજે 28 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અને વડોદરામાં અત્યાર સુધી 2019 દર્દી કોરોનામુક્ત થયા હોવાની વિગતો વિદિત છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews