Not Set/ સુરત: વહેલી સવારે ગેસ બોટલ બ્લાસ્ટ, ઓરિસ્સાવાસી પિતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યા

સુરત, સુરતના પાંડેસરામાં વહેલી સવારે બ્લાસ્ટ થઇ હોવાની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટ ગેસના બાટલામાં થયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના છે પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરની કે જ્યાં આવેલા એક મકાનમાં ગેસના બાટલા બ્લાસ્ટ થયો હતો. ભોજન બનાવવા માટે ગેસ ચાલુ કરતાં બ્લાસ્ટ થયા હોવાનું સામે આવ્યું છે. અચાનક જ આવી રીતે […]

Gujarat Surat
mantavya 164 સુરત: વહેલી સવારે ગેસ બોટલ બ્લાસ્ટ, ઓરિસ્સાવાસી પિતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યા

સુરત,

સુરતના પાંડેસરામાં વહેલી સવારે બ્લાસ્ટ થઇ હોવાની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટ ગેસના બાટલામાં થયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના છે પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરની કે જ્યાં આવેલા એક મકાનમાં ગેસના બાટલા બ્લાસ્ટ થયો હતો.

ભોજન બનાવવા માટે ગેસ ચાલુ કરતાં બ્લાસ્ટ થયા હોવાનું સામે આવ્યું છે. અચાનક જ આવી રીતે બ્લાસ્ટ થઇ જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.

બ્લાસ્ટને કારણે પિતા- પૂત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી આ બન્ને પિતા-પૂત્રીને 108ની સેવા મારફતે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.