Not Set/ #ભૂચરમોરીનું યુદ્ધ : યુદ્ધ મેદાનમાં 2 હજાર રાજપૂતાણીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરી નવો રેકોર્ડ બનાવાયો

જામનગર નજીક ધ્રોલ પાસે આવેેલા ભૂચરમોરીનું યુદ્ધ મેદાનમાં 2 હજાર રાજપૂત બહેનોએ તલવાર રાસ રજૂ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. નવાનગરના રાજવી જામસાહેબની સેના અને મુઘલોની સેના વચ્ચે થયેલા યુદ્ધમાં વીરગતિ પામનારા યોદ્ધાઓને વીરાંજલિ આપવા માટે આયોજીત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી વી કે સિંહ પણ ઉપસ્થિત રહ્યા. તલવારબાજી સાથેના નૃત્યના સ્ટેપમાં 2 હજાર બહેનોએ એવો […]

Top Stories Gujarat Others
bhuchar mori war.PNG1 #ભૂચરમોરીનું યુદ્ધ : યુદ્ધ મેદાનમાં 2 હજાર રાજપૂતાણીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરી નવો રેકોર્ડ બનાવાયો

જામનગર નજીક ધ્રોલ પાસે આવેેલા ભૂચરમોરીનું યુદ્ધ મેદાનમાં 2 હજાર રાજપૂત બહેનોએ તલવાર રાસ રજૂ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. નવાનગરના રાજવી જામસાહેબની સેના અને મુઘલોની સેના વચ્ચે થયેલા યુદ્ધમાં વીરગતિ પામનારા યોદ્ધાઓને વીરાંજલિ આપવા માટે આયોજીત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી વી કે સિંહ પણ ઉપસ્થિત રહ્યા. તલવારબાજી સાથેના નૃત્યના સ્ટેપમાં 2 હજાર બહેનોએ એવો તલવાર રાસ રજૂ કર્યો કે, ત્યાં હાજર લોકો વાહ વાહ બોલી ઉઠ્યા. તલવારબાજીમાં પારંગત આ રાજપૂતાણીઓના તલવાર રાસની એક ઝલક જોવા માટે લોકો દૂર દૂરથી આવ્યા હતા.

bhuchar mori war #ભૂચરમોરીનું યુદ્ધ : યુદ્ધ મેદાનમાં 2 હજાર રાજપૂતાણીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરી નવો રેકોર્ડ બનાવાયો

આપને જણાવી દઇએ કે ભૂચરમોરીનાં યુદ્ધમાં હજારોની સંખ્યામાં જ્યાં રાજપૂતોએ દેશની અને હિન્દુત્વની રક્ષા કાજે પોતાનાં પ્રાણની આહુતી આપી હતી અને આજે પણ જે મેદાનની માટી લાલ રંગની છે તેવા આ યુદ્ધનાં યોદ્ઘાઓનાં સન્માન કરતી ખરા અર્થમાં વીરાંજલિમાં આજે રાજપૂતાણીઓ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.