અમદાવાદ/ ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની ગુજરાત પોલીસ દ્વારા અટકાયત, જાણો શું છે મામલો

ગૃહમંત્રી અમિત શાહનો ફોટો ધરપકડ કરાયેલ ઓફિસર પૂજા સિંઘલ સાથે શેર કરવા બદલ ગુજરાત પોલીસે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની અટકાયત કરી છે. અવિનાશ દાસને મુંબઈથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
અવિનાશ દાસની

ગૃહમંત્રી અમિત શાહનો ફોટો ધરપકડ કરાયેલ ઓફિસર પૂજા સિંઘલ સાથે શેર કરવા બદલ ગુજરાત પોલીસે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની અટકાયત કરી છે. ગુજરાત પોલીસે અવિનાશ દાસની મુંબઈથી અટકાયત કરી છે. તેણે ટ્વિટર પર પૂજા સિંઘલ સાથે અમિત શાહની તસવીર પોસ્ટ કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અવિનાશ દાસને આગળની કાર્યવાહી માટે અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે.

અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ડીપી ચુડાસમાએ જણાવ્યું કે અમે મંગળવારે અવિનાશ દાસની મુંબઈથી અટકાયત કરી છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમારી ટીમ તેમને અમદાવાદ લાવી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અવિનાશ દાસ વિરુદ્ધ કલમ 469 (છેતરપિંડી) હેઠળ ગુનો નોંધ્યો છે. આ સિવાય આઈટી એક્ટ અને રાષ્ટ્રીય પ્રતીકોના અપમાન સંબંધિત કેસમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. અવિનાશ દાસે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મહિલાની તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે તિરંગો પહેરેલી જોવા મળી હતી.

આ પણ વાંચો: લમ્પી રોગનો વિપરીત પરિણામ : ઠેર ઠેર ગાયોના મૃતદેહ પડ્યા નજરે

આ પણ વાંચો:વાહન નીચે કચડાઈ જતાં મગરનું મોત, વન્યપ્રાણી પ્રેમીઓમાં શોકની લાગણી

આ પણ વાંચો:વેજલપુરમાં બાગાયતી કેન્દ્ર ખાતે તૈયાર થતા બીલીનાં વૃક્ષોની પ્રજાતિની દેશભરમાં ભારે માંગ : આવી છે વિશેષતા