Sidhu MooseWala Case/ સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ : શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ 

પુણે પોલીસે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના શૂટર સંતોષ જાધવની અટકાયત કરી છે. આ સાથે હત્યામાં સંડોવાયેલા શકમંદ જાધવના એક સહયોગીની પણ ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat
12 6 સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ : શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ 
  • શૂટર સંતોષ જાધવની ધરપકડ
  • શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ
  • પૂણે પોલીસ દ્વારા કરાઈ ધરપકડ
  • 20 જૂન સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યો

પુણે પોલીસે પંજાબી સિંગર (punjabi singer) સિદ્ધુ મૂસેવાલા (siddhu musewala ) હત્યા કેસમાં ગુજરાતમાંથી વોન્ટેડ શૂટર(wanted shooter) સંતોષ જાધવની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી. પૂણે ગ્રામીણ પોલીસે મૂસેવાલા(Musewala) હત્યા કેસમાં શંકાસ્પદ જાધવના એક સહયોગીની પણ ધરપકડ કરી છે. સંતોષ જાધવને(santosh jadhav ) રવિવારે મોડી રાત્રે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેને 20 જૂન સુધીના રિમાન્ડ પર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જાધવ પુણે નજીકના ખેડ તાલુકાનો રહેવાસી છે.

આ સાથે હત્યામાં સંડોવાયેલા શકમંદ જાધવના એક સહયોગીની પણ ધરપકડ(arrest) કરવામાં આવી છે. અધિક મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) કુલવંત કુમાર સરંગલ સોમવારે સવારે મીડિયાને આ મહત્વપૂર્ણ ધરપકડ વિશે વિગતવાર માહિતી આપી શકે છે.

પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ(Lawrence Bishnoi) ગેંગના સભ્ય જાધવને 2021 માં પુણે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. તે એક વર્ષથી ફરાર હતો. મૂસેવાલા મર્ડર કેસમાં તેનું અને નાગનાથ સૂર્યવંશીનું નામ સામે આવ્યું હતું.

તેની શોધને વધુ તીવ્ર બનાવતા, પુણે ગ્રામીણ પોલીસે 2021ના હત્યાકાંડ પછી જાધવને આશ્રય આપવાના આરોપી સિદ્ધેશ કાંબલે ઉર્ફે મહાકાલની પણ ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, પૂણે ગ્રામીણ પોલીસે ગયા અઠવાડિયે મંચર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મકોકાના કેસમાં બિશ્નોઈ ગેંગના સભ્ય મહાકાલની ધરપકડ કરી હતી. મુસેવાલા મર્ડર કેસના સંબંધમાં દિલ્હી પોલીસ અને પંજાબ પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી.

પટકથા લેખક સલીમ ખાન અને તેમના અભિનેતા પુત્ર સલમાન ખાનને ધમકીભર્યા પત્રના સંદર્ભમાં મુંબઈ પોલીસે મહાકાલની પણ પૂછપરછ કરી હતી. પુણે પોલીસે જાધવને શોધવા માટે ગયા અઠવાડિયે અનેક ટીમો ગુજરાત અને રાજસ્થાન મોકલી હતી.

મહાકાલને 1 અઠવાડિયા પહેલા જ ખબર હતી કે મુસેવાલાની હત્યા કરવામાં આવશે
કેનેડાથી લોરેન્સ બિશ્નોઈ(Lawrence Bishnoi) ગેંગ ચલાવતા વિક્રમ બ્રારે મહાકાલ સાથે મુસેવાલા અંગે ઘણી વખત વાત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મહાકાલ મુસેવાલાની હત્યાની તારીખ એટલે કે 29 મેના એક અઠવાડિયા પહેલા વિક્રમ બ્રારના સંપર્કમાં હતો. જોકે, મહારાષ્ટ્ર પોલીસના એક અધિકારીએ સિદ્ધેશની હત્યામાં સીધી સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સંદીપ ઉર્ફે કેકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.