Not Set/ પ્રભાસપાટણના યુવાનોની માનવ સેવા મહેકી, દરરોજ સ્‍મશાનમાં કોવિડ પ્રોટોકોલવાળા 25 થી 30 મૃતદેહના અગ્‍નીદાહ 

પ્રભાસપાટણના યુવાનો અનોખી અન્‍નય સેવા કરી રહ્યાં છે. જોડીયા શહેરના સ્‍મશાનમાં લાકડા ખુટી ગયા હોવાથી યુવાનો દ્વારા આજુબાજુના ગામોમાંથી લાકડા એકઠા કરી દરરોજ 25 થી 30 જેટલા

Top Stories Gujarat
veraval1 પ્રભાસપાટણના યુવાનોની માનવ સેવા મહેકી, દરરોજ સ્‍મશાનમાં કોવિડ પ્રોટોકોલવાળા 25 થી 30 મૃતદેહના અગ્‍નીદાહ 

રવિ ખાખર, મંતવ્ય ન્યૂઝ@ વેરાવળ

પ્રભાસપાટણના યુવાનો અનોખી અન્‍નય સેવા કરી રહ્યાં છે. જોડીયા શહેરના સ્‍મશાનમાં લાકડા ખુટી ગયા હોવાથી યુવાનો દ્વારા આજુબાજુના ગામોમાંથી લાકડા એકઠા કરી દરરોજ 25 થી 30 જેટલા મૃતદેહોને અગ્નીદાહ આપવાની અનન્ય સેવા કરી રહ્યાં છે. એ પણ એવા કપરા સમયે જયારે વેરાવળ – સોમનાથ પાલીકા તંત્રનું ગેસ આધારીત સ્મશાન ઠપ્પ થઇ બંઘ સ્‍થ‍િતિમાં પડયું છે.

veraval 2 પ્રભાસપાટણના યુવાનોની માનવ સેવા મહેકી, દરરોજ સ્‍મશાનમાં કોવિડ પ્રોટોકોલવાળા 25 થી 30 મૃતદેહના અગ્‍નીદાહ 

પાલીકા તંત્રનું ગેસ આધારીત સ્મશાન બંઘ

વેરાવળનું તંત્ર વામણું પુરવાર થતા પ્રભાસપાટણના યુવાનોએ માનવ સેવા કરી માનવતા મહેકાવી છે. જેમાં કોરોનાના મૃતદેહને કાંઘ આપવા સંબંઘીઓ ફરકતા નથી. એવા સમયે પ્રભાસપાટણના યુવાનો કોરોના દર્દીઓના મૃતદેહને અગ્ની સંસ્કારની તમામ વિઘીમાં સેવા આપે છે. કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે. ત્‍યારે સમગ્ર દેશ મહામારી સામે લડાઇ લડી રહ્યું છે. ત્‍યારે આ મહામારીના કપરા કાળ વચ્ચે પણ સેવાના ભેખધારી પ્રભાસપાટણના યુવાનો અનોખી અન્‍નય સેવા કરી રહ્યાં છે. જોડીયા શહેરના સ્‍મશાનમાં લાકડા ખુટી ગયા હોવાથી યુવાનો દ્વારા આજુબાજુના ગામોમાંથી લાકડા એકઠા કરી દરરોજ 25 થી 30 જેટલા મૃતદેહોને અગ્નીદાહ આપવાની અનન્ય સેવા કરી રહ્યાં છે. એ પણ એવા કપરા સમયે જયારે વેરાવળ – સોમનાથ પાલીકા તંત્રનું ગેસ આધારીત સ્મશાન ઠપ્પ થઇ બંઘ સ્‍થ‍િતિમાં પડયું છે.

યુવાનોએ આ કપરા સમયમાં માનવ સેવાનો સાચો રંગ રાખ્યો

વેરાવળ – સોમનાથ શહેર ઉપરાંત તાલુકા સહિત આસપાસના 54 ગામના લોકો ત્રીવેણી સંગમ ખાતે આવેલ સ્મશાન ગૃહમાં અંતિમવિઘિ માટે આવે છે. આ સ્‍મશાનગૃહમાં પાલીકા સંચાલીત ગેસ આધારીત સ્માશાન ભઠ્ઠી છેલ્લા ઘણા દિવસોથી બંઘ પડી છે. તંત્ર રીપેર કરાવવા મથામણ કરી રહ્યું હોવા છતાં ચાલુ થઇ નથી. જેના કારણે લાકડાથી થતા અગ્નીસંસ્કારમાં ઘસારો વઘી જતાં સ્મશાનમાં લાકડાઓ પણ ખુટી પડયા હોવાથી ડાઘુઓ અને સેવાભાવિઓને ભયંકર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે વેરાવળમાં સરકારી તંત્ર તો વામણું પુરવાર થયું છે. ત્યારે પ્રભાસપાટણ (સોમનાથ)ના સ્થાનિક કોળી સમાજના યુવાનોએ આ કપરા સમયમાં માનવ સેવાનો સાચો રંગ રાખ્યો છે.

veraval3 પ્રભાસપાટણના યુવાનોની માનવ સેવા મહેકી, દરરોજ સ્‍મશાનમાં કોવિડ પ્રોટોકોલવાળા 25 થી 30 મૃતદેહના અગ્‍નીદાહ 

ટ્રેકટરો ભરી મોટો લાકડાનો જથ્‍થો સ્‍મસ્‍શન ગૃહ ખાતે પહોંચાડી દીઘો

જેમાં પ્રભાસપાટણના જેસલભાઇ ભરડા અને તેની સાથેના સેવાભાવી યુવાનોની ટીમએ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોનો સંપર્ક કરી સ્‍મશાનમાં જરૂરી લાકડા માટે ટહેલ કરી હતી. જેના પગલે લાટી, કદવાર સહિતના ગામોના સેવાભાવી યુવાનો અને પૂર્વ નગરપતિ કિશોરભાઇ કુહાડાની ટીમ દ્રારા ટ્રેકટરો ભરી મોટો લાકડાનો જથ્‍થો સ્‍મસ્‍શન ગૃહ ખાતે પહોંચાડી દીઘો હતો.

આવા સમયે આ યુવાનોના મંડળની સેવા ઘન્યવાદને પાત્ર છે

વઘુમાં પ્રભાસપાટણના જેસલ ભરડા સહિતના યુવાનોનું ગ્રુપ દિવસ-રાત જોયા વગર સ્‍મશાનએ આવતા મૃતદેહોને ખાટલી પર ગોઠવી અંતીમ સંસ્કાર કરવા સુઘીની સેવા કરી રહ્યાં છે. યુવાનોના જણાવ્‍યા મુજબ તેઓ દરરોજના 25 થી 30 કોરાનામાં અવસાન પામેલ લોકોના મૃતદેહોને અગ્નીદાહ આપી રહ્યાં છે. રાખેજ ગામના મૃતકના સ્વજન રામભાઇ પરમાર અને સેવાભાવિ મિલનભાઇ જોષીએ જણાવેલ કે, કોરોનાની કપરી પરિસ્‍થ‍િતીમાં સ્મશાન ગૃહ પર ઘણી વખત હ્રદય દ્રાવક દ્રશ્યો સર્જાય છે. જેમ કે મૃતકના સ્વજનોમાં માત્ર એક કે બે જ વ્યક્તિ હોય છે. અને અંતિમ સંસ્કાર માટે મુંઝવણમાં મુકાયેલા જોવા મળે છેય. એવા સમયે જેસલભાઇ અને તેમના યુવાનોની ટીમ મદદે આવે છે. અને મૃતકના સ્વજનોને સંઘીયારો આપી અગ્ની સંસ્કારની તમામ વિઘી કરી આપે છે. આવા સમયે આ યુવાનોના મંડળની સેવા ઘન્યવાદને પાત્ર છે. આ યુવાનો પોતાના સ્વાસ્‍થ્યની જરા પણ ચીંતા કર્યા વગર સાચા અર્થમાં માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે.

kalmukho str 7 પ્રભાસપાટણના યુવાનોની માનવ સેવા મહેકી, દરરોજ સ્‍મશાનમાં કોવિડ પ્રોટોકોલવાળા 25 થી 30 મૃતદેહના અગ્‍નીદાહ