Not Set/ ગુજરાતમાં મેઘરાજા લોકોને નહી કરે હેરાન, ચાર દિવસમાં થઇ શકે છે એન્ટ્રી

રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે મેઘરાજાનાં ક્યારે પધરામણા થશે તેની રાહ લોકો આતુરતાથી જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાનાં કારણે રાજ્યમાં મેઘરાજાની શાનદાર એન્ટ્રી થયા બાદ વરસાદે વિરામ લીધો હતો જેના કારણે ગરમી અને બફારાથી પ્રજાજનો ત્રાસી ગયા હતા. તેવામાં સમાચાર મળી રહ્યા છે કે આવતા ચાર દિવસોમાં મેઘરાજાની એન્ટ્રી […]

Gujarat Others
500945 rainumbrella700 ગુજરાતમાં મેઘરાજા લોકોને નહી કરે હેરાન, ચાર દિવસમાં થઇ શકે છે એન્ટ્રી

રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે મેઘરાજાનાં ક્યારે પધરામણા થશે તેની રાહ લોકો આતુરતાથી જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાનાં કારણે રાજ્યમાં મેઘરાજાની શાનદાર એન્ટ્રી થયા બાદ વરસાદે વિરામ લીધો હતો જેના કારણે ગરમી અને બફારાથી પ્રજાજનો ત્રાસી ગયા હતા. તેવામાં સમાચાર મળી રહ્યા છે કે આવતા ચાર દિવસોમાં મેઘરાજાની એન્ટ્રી રાજ્યમાં થઇ શકે છે અને મન મુકૂને વરસાદ પડી શકે છે.

આપને જણાવી દઇએ કે, આગામી 4 દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 23થી 25 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે અને પશ્ચિમ રાજસ્થાનમાં ટર્ફ આકાર પામ્યું છે. આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે. લો પ્રેશર અને ટર્ફની અસર હેઠળ નેઋત્યનું ચોમાસુ બેસી શકે છે.

શનિવારનાં રોજ રાજકોટ જિલ્લાનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સરધાર આસપાસનાં વિસ્તારોમાં વરસાદે લોકોને મહદ અંશે ગરમીથી રાહત આપી હતી. અહી પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. રાજકોટ તાલુકાનાં સરધાર અને આસપાસનાં ગામડાઓમાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. રાજ્યનાં પાટનગરની વાત કરવામા આવો તો અહી ગરમીનું પ્રમાણ વધતા લોકો બપોર પછી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. ગરમીની સાથે બાફ હોવાના કારણે લોકો ખૂબ હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે જો આવતા ચાર દિવસોમાં મેઘરાજા મહેર કરશે તો લોકોને આ કાળઝાળ ગરમીથી ઘણી રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.