જુનાગઢ/ વિસાવદરમાં વિદ્યાર્થીનીનું કારમાં અપહરણ,CCTV આવ્યા સામે

વિસાવદરમાં રહેતી એક તરૂણી બહેનપણીઓ સાથે શાળાએ જતી હતી. ત્યારે નંબર પ્લેટ વગરની કારમાં આવેલા બે યુવક એક વિદ્યાથનીને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી નાસી ગયા હતા. 

Gujarat Others
YouTube Thumbnail 14 2 વિસાવદરમાં વિદ્યાર્થીનીનું કારમાં અપહરણ,CCTV આવ્યા સામે

Junagadh News: ગુજરાતમાં અવારનવાર ગુનાહિત ઘટના સામે આવતી રહે છે. એવું જોવામાં આવે છે કે જાણે ગુના કરનારાઓને પોલીસનો ડર જ નથી.ત્યારે આવામાં વિસાવદરમાં રહેતી એક તરૂણી બહેનપણીઓ સાથે શાળાએ જતી હતી. ત્યારે નંબર પ્લેટ વગરની કારમાં આવેલા બે યુવક એક વિદ્યાથનીને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી નાસી ગયા હતા.

મળતી માહિતી અનુસાર, સમગ્ર અપહરણની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. જે સીસીટીવીમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થિનીઓ જઈ રહી હોય છે ત્યારે સ્વીફ્ટ કાર આવે છે અને તે વિદ્યાર્થિનીઓને રોકે છે. જેમાંથી એક વિદ્યાર્થીનીને બળજબરીથી ગાડીમાં નાંખે છે, ત્યારબાદ ત્યાંથી ગાડી ભગાડી જાય છે.

જો કે, વહેલી સવારનો સમય હોવાથી લોકોની અવર-જવર ઓછી હતી. પરંતુ આ વિદ્યાથનીઓ સાથે રહેલી અન્ય વિદ્યાથનિઓ ગભરાઈ ગઈ હતી. એક વ્યક્તિએ બુમાબુમ સાંભળી કાર તરફ જવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો આ શખ્સોએ તરૂણીને કારમાં અપહરણ કરી જૂનાગઢ તરફ નાસી ગયા હતા.

તરૂણીના પરિવારે જાણ કરતા વિસાવદર પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી પોલીસે મુખ્ય બજારમાં સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં અપહરણની સમગ્ર  ઘટના કેદ જોવા મળી હતી. પોલીસે વિવિધ ટીમ બનાવી જૂનાગઢ તરફ રવાના કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: