Not Set/ પિતાએ બે મહિનાના પુત્ર માટે ચાંદ પર ખરીદી એક એકર જમીન

માતા-પિતા પોતાના સંતાનોને ખુશ કરવા માટે અનેક ગિફ્ટ આપતા હોય છે. ત્યારે સુરતના એક પિતાએ પોતાના સંતાન માટે ચંદ્ર પર જમીન ખરીદી છે.

Gujarat Surat Trending

માતા-પિતા પોતાના સંતાનોને ખુશ કરવા માટે અનેક ગિફ્ટ આપતા હોય છે. ત્યારે સુરતના એક પિતાએ પોતાના સંતાન માટે ચંદ્ર પર જમીન ખરીદી છે.

  • પુત્ર માટે ચાંદ પર જમીન
  • બે મહિનાના બાળક માટે ખરીદી જમીન
  • નિત્ય નામનો બાળક જમીનનો માલીક

અનેક સેલિબ્રિટી સહિત ઘણાં લોકોએ ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે. ત્યારે હવે સુરતના વિજય કથીરિયાએ બે મહિનાના પુત્ર માટે ચાંદ પર એક એકર જમીન ખરીદી છે. વિજય કથીરિયાએ 13 માર્ચે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ગત રોજ જમીનની ખરીદીને મંજૂરી મળી ગઇ છે. ત્યારે સૌથી નાની ઉંમરે જમીન ખરીદી કરવાનો પણ રેકોર્ડ  બન્યો છે. નિત્ય નામનો બાળક જમીન માલિક બન્યો છે. ઇન્ટરનેશનલ લેન્ડ રજિસ્ટ્રમાં કાર્યવાહી હાથ ધરાશે.

હાલ લોકોમાં ચંદ્ર પર જમીન ભેટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ પહેલા સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીન ખરીદી કરી છે.  ચંદ્ર પર જમીન ખરીદવા માટે ન્યૂયોર્ક સ્થિત લ્યૂનર રજીસ્ટ્રી દ્વારા નોંધણી કરવામાં આવે છે.

હાલ લોકોમાં ચંદ્ર પર જમીન ભેટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જોકે આ માત્ર ભેટ માટે છે. આ રીતે ઘણી કંપનીઓ તારાને તમારું નામ આપી તમને તેનું સર્ટિફિકેટ્સ પણ આપતી હોય છે. આ માત્ર ભેટ જ છે. ચંદ્ર પરની જમીન કે અન્ય અવકાશી વસ્તુ માટે પૈસા ખર્ચી તમે માત્ર સર્ટિફિકેટ મેળવી શકો છો, વાસ્તવમાં તો તમને કંઈજ મળતું નથી.