Not Set/ ખેડૂત ખુશ છે માટે ભાજપ જીત્યુ

વિધાનસભા સત્ર દરમિયાન વીર સાવરકર સંદર્ભે કોગ્રેસના ધારાસભ્ય ઋત્વીજ મકવાણાએ તેમના વક્તવ્યમાં વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતુ. આ મુદ્દે ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે વાંધો ઉઠાવ્યો હતો

Mantavya Exclusive India
  1. વિર સાવરકર મુદ્દે રુત્વીજ મકવાણાનેઠપકો મળ્યો, માફી માગવી પડી

વિધાનસભા સત્ર દરમિયાન વીર સાવરકર સંદર્ભે કોગ્રેસના ધારાસભ્ય ઋત્વીજ મકવાણાએ તેમના વક્તવ્યમાં વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતુ. આ મુદ્દે ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે વાંધો ઉઠાવ્યો હતો અને વીર સાવરકર મુદ્દે કરાયેલી ટિપ્પણી વિધાનસભાના રેકર્ટ પરથી દૂર કરવા માગણી કરી હતી. સાથે સાથે જ ઋત્વીજ મકવાણા ગૃહની માફી માગે તેવી માગણી પણ નિતિન પટેલે કરી હતી. એ સમયે આ ટિપ્પણીથી ગૃહમાં ભાજપના સભ્યોએ હોબાળો કર્યો હતો પણ ઋત્વીજ મકવાણા પોતાની ટિપ્પણી સાચી હોવા પર અડગ રહ્યા હતા. વાતના અંતે અધ્યક્ષે વીર સાવરકર મુદ્દેની ટિપ્પણી રેકર્ડ પરથી દૂર કરી ઋત્વીજ મકવાણાને તેમણે કરેલી ટિપ્પણી મુદ્દે પુરાવા રજૂ કરવા સમય આપ્યો હતો. આ સંદર્ભે આજે અધ્યક્ષે ગૃહમાં જાહેરાત કરી કે ઋત્વીજ મકવાણાએ વીર સાવરકર મુદ્દે જે ટિપ્પ્ણી કરી તે સંદર્ભે તેમણે ધ વાયર સહિતના મેગેઝિન અને કેટલાક  પુસ્તકો પુરાવારુપે રજૂ કર્યા છે, પરંતુ દરેક પુરાવામાં લેખકના પોતાના વિચારો પ્રસ્તુત થતા હોય તેમ લાગી રહ્યુ હોવાથી તેમની ટિપ્પણી ગૃહની ગરિમા અને પ્રતિષ્ઠિત વ્યક્તિના સન્માનને ઠેસ પહોચાડનારી છે. જેથી ગૃહમાં હું તેમને ઠપકો આપુ છુ. તરત જ નિતિન પટેલ બોલ્યા કે મકવાણા માફી માગે. ઋત્વીજ મકવાણાએ પોતાની જગ્યા પર ઊભા થઈને બે હાથ જાેડી ગૃહની માફી માગી હતી.

 

  1. ઈમરાનખેડાવાલા અને અધ્યક્ષેટિ-શર્ટ મામલે ઈશારામાં સમજી લીધુ

વિધાનસભા ગૃહમાં ટિ-શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અગાઉ ઠપકો આપીને ગૃહ છોડી જવા આદેશ કર્યો હતો. ગૃહની ગરિમા જળવાય તે પ્રકારના વસ્ત્રો પહેરવા અધ્યક્ષે તેમને ટકોર કરી હતી. જાેકે આજે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ગૃહમાં ટિ-શર્ટ પહેરીને આવ્યા હતા. આ અંગે શરુઆતમાં તો અધ્યક્ષનુ ધ્યાન ગયુ નહતુ પણ પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થયા બાદ કાંપ દરખાસ્તો રજૂ થઈ રહી હતી ત્યારે ખેડાવાલા પોતાની કાંપ દરખાસ્ત મુદ્દે બેઠક પરથી ઊભા થતા જ અધ્યક્ષના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. ખેડાવાલા પણ અધ્યક્ષનો ચહેરો જાેઈને પોતાની ભૂલ સમજી ગયા હતા અને અધ્યક્ષને બે હાથ બતાવી પોતે ભૂલ સમજી ગયાનો ઈશારો કરતા અધ્યક્ષે પણ ઈશારાથી સાનમાં સમજી જવા જણાવતા વાતનું વત્તેસર થતાં રહી ગયુ હતુ.

 

  1. ખેડૂતો ખુશ છે માટે ભાજપ જીત્યુ

ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સંદર્ભે કોંગ્રેસના પ્રતાપ દુધાતે પૂછેલા પ્રશ્ન પર કૃષિમંત્રી જવાબ આપી રહ્યા હતા. આ મુદ્દે જાેકે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વધારાના મુદ્દા રજૂ કરતા ચર્ચા લંબાઈ હતી ત્યારે ખુદ મુખ્યમંત્રી વિજય રુપાણી આ મુદ્દે જવાબ આપવા ઊભા થયા હતા. વિપક્ષનો આક્ષેપ હતો કે બાબરા તાલુકાને બાદ કરતા અન્ય તાલુકાઓમાં જ્યાં અતિવૃષ્ટિ થઈ છે ત્યાં ખેડૂતોને વળતર મળ્યુ નથી. જેનો જવાબ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યુ કે સરકારે કિસાન સહાય યોજના અંતર્ગત એકલા અમરેલીમાં જ રુપિયા 310 કરોડનુ વળતર ચુકવ્યુ છે. ઉપરાંત રાજ્યભરમાં ખેડૂતોને પુરતુ અને યોગ્ય વળતર ચુકવ્યુ હોવાથી જ ખેડૂતો ખુશ છે અને માટે જ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે.

 

  1. ધાનાણી પોતાના જ સભ્ય માટે વાંધો ઉઠાવે ?

પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થયા બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ કે પ્રશ્નોત્તરીકાળ શરુ થતાં પહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલનો ટૂંકી મુદ્તનો પ્રશ્ન ચર્ચાયો હતો જેમાં 20 મિનિટનો સમય ગયો. પ્રશ્નોત્તરીકાળ દરમિયાન વધુ પ્રશ્નો પર ચ્રચા થઈ શકે માટે આ કાળ દરમિયાન ટૂંકી મુદ્તના પ્રશ્નો કે પોઈન્ટ ઓફ ઓર્ડર ન ઉઠાવવા જાેઈએ. આ અંગે લાંબી ચર્ચા ચાલ્યા બાદ આખાબોલા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ઊભા થયા હતા અને તેમણે વિપક્ષને ટોણો મારતા અધ્યક્ષને સંબોધતા કહ્યુ કે, ધાનાણી અમારા (ભાજપના) સભ્ય માટે વાંધો ઉઠાવે તો સમજાય પણ આતો તેમના જ પક્ષના અશ્વિન કોટવાલનો ટૂંકી મુદ્તનો પ્રશ્ન હતો અને ગૃહમાં તમે તેના માટે સમય ફાળવેલો હતો. તો પછી પોતાના સભ્ય માટે શા માટે વાંધો ઉઠાવવાનો?  જાેકે અધ્યક્ષે આ મુદ્દે વિચારણા બાદ રુલીંગ આપવાનું જણાવ્યુ હતુ.

 

  1. એસ. ટી. નિગમ કે લોન નિગમ?

ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ રાજ્ય સરકારને એસ. ટી. નિગમ પાસેથી લેવાની થતી રકમ મુદ્દે પ્રશ્ન કર્યો હતો, જેની સામે વાહનવ્યવહારમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. આ જવાબ મુજબ એસ. ટી. નિગમન પાસેથી છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને રુ.3646.92 કરોડ લેવાના નીકળે છે. જે પૈકી લોનની રકમ રુ.3455.40 કરોડ છે, પેસેન્જર ટેક્સ પેટે રુ.153.92 કરોડ અને મોટર વ્હીકલ ટેક્સ પેટે રુ. 37.60 કરોડ લેવાના નીકળે છે. જાેકે એસ.ટી. નિગમે છેલ્લા બે વર્ષ,માં આ લેણી રકમ પૈકી પેસેન્જર ટેક્સની રકમમાંથી માત્ર રુ.86.79 કરોડ જ પરત કર્યા છે.