Not Set/ સુરત/વધતા સંક્રમણ સામે લડવા, કોરોના વોરિયર ટ્રેનિંગ માટે 300 લોકોએ નોંધણી કરાવી

કોરોના સામેની લડાઇ માટે કોરોના વોરિયરની ટ્રેનિંગમાં જોડાવા માટે સુરતમાંથી અનેક લોકો આગળ આવ્યા છે. જી હા, સુરતમાં કોરોના વોરિયર્સ બનવા 300 થી વધુ યુવાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આપને જણાવી દઇએ કે, ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ અને સુરત મનપા દ્વારા સુરતમાં વધતા જતા કોરોનાનાં સંક્રમણને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ  યોજાવામાં આવ્યો હતો. સુરતનાં 185 યુવાનોએ કોરોના સામેની જંગમાં વોલિયન્ટર માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કાર્યક્રમમાં […]

Gujarat Surat
9c80ab51961cf728e666e4bb6cab9bfc સુરત/વધતા સંક્રમણ સામે લડવા, કોરોના વોરિયર ટ્રેનિંગ માટે 300 લોકોએ નોંધણી કરાવી

કોરોના સામેની લડાઇ માટે કોરોના વોરિયરની ટ્રેનિંગમાં જોડાવા માટે સુરતમાંથી અનેક લોકો આગળ આવ્યા છે. જી હા, સુરતમાં કોરોના વોરિયર્સ બનવા 300 થી વધુ યુવાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આપને જણાવી દઇએ કે, ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ અને સુરત મનપા દ્વારા સુરતમાં વધતા જતા કોરોનાનાં સંક્રમણને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ  યોજાવામાં આવ્યો હતો. સુરતનાં 185 યુવાનોએ કોરોના સામેની જંગમાં વોલિયન્ટર માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કાર્યક્રમમાં રાજ્ય આરોગ્ય સચિલ જયંતિ રવિ, પાલિકા કમીશ્નર બંચ્છાનિધિ પાની દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, સુરત કાપડ અને હીરા ઉદ્યોગમાં 2 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. હીરા ઉદ્યોગના રત્નકલાકારોમાં કોરોનાનો ચેપ વધ્યો છે. સાથે સાથે કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પણ કોરોના સંક્રમિતનો શિકાર બની રહ્યા છે. હીરા ઉદ્યોગના 1236 લોકો સંક્રમિત થયાની વિગતો વિદિત છે. કાપડ ઉદ્યોગમાં 888 લોકો સંક્રમિત થયા છે. કાપડ-હીરા ઉદ્યોગમાંથી કોરોના પોઝિટિવનાં વધતા કેસ ચિંતાનો વિષય છે. 

આપને જણાવી દઇએ કે, આજે ગુજરાતમાં સામે આવેલા 783 કેસમાંથી સુરત એકલામાં જ 273 કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે કોરોનાએ 5 સુરતીઓનો ભોગ લીઘો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews