એક્શન/ અંકલેશ્વરમાં ઘરના આંગણામાંથી બાળકીના અપહરણ કેસની તપાસ CBIને સોંપાઈ

ઘરના આંગણામાં રમતી 9 વર્ષની બાળકી રૂખ્સાર આરિફ અન્સારી લાપતા બની હતી. મામલે હાઇકોર્ટમાં Habeas Corpus Petition કરવામાં આવી હતી.

Top Stories Gujarat Others
અપહરણ

અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગર  ઘરના આંગણામાંથી બાળકીના અપહરણ કેસની તપાસ CBIને સોપવામાં આવી છે. ઘરના આંગણામાં રમતી 9 વર્ષની બાળકી રૂખ્સાર આરિફ અન્સારીનું અપહરણ થયું હતું તે અચાનક લાપતા  બની હતી. મામલે હાઇકોર્ટમાં Habeas Corpus Petition કરવામાં આવી હતી. હવે આગળની તપાસ CBIને સોંપાઈ છે.

અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી છે. મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી રૈતૂન આરિફ અન્સારીએ 9 વર્ષીય પુત્રી રૂખ્સાર આરિફ અન્સારી ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ પોતાના ઘરના આંગણામાં રમવા માટે ગઈ હતી તે મોડી રાત સુધી પરત ફરી ન હતી. માતા-પિતા અને પાડોશીએ આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી પણ બાળકી મળી આવી ન હતી. બાળકીની માતાએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સગીરના લાપતા બનવાના મામલાને અપહરણ તરીકે ગંભીરતાથી લેવાના આદેશોના પગલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની તપાસ શરૂ કરી હતી. પરંતુ ઘણો સમય થયા બાદ પણ બાળકીનો કોઈ પત્તો ન લાગતા આ બાબતે એક એનજીઓ દ્વારા બનાવ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં Habeas Corpus Petition દાખલ કરવાં આવી હતી. કોર્ટે બનાવ બાદ પોલીસની તપાસ અને શોધખોળના પ્રયાસ ઓછા પડ્યા હોવાનું ટાંકી લાપતા બાળકીને શોધવાની આગળની જવાબદારી CBI ને સોંપી છે.

Habeas Corpus Petition શું છે ?

આ પિટિશન હાઇકોર્ટમાં કરવામાં આવે છે. પિટિશનમાં અરજદાર દ્વારા નામદાર કોર્ટને રજુઆત કરવામાં આવે છે કે સાહેદ લાપતા બન્યો છે જેને શોધી કાઢી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે. આ પિટિશન વ્યક્તિને ગેરકાયદેસરરીતે તાબામાં , પોલીસ કસ્ટડીમાં કે ગુમ થવાના કિસ્સાઓમાં કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું બે ઈસમ દ્વારા મોડી રાત્રે 2.30 વાગ્યા આસપાસ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે આ બાળકીની હત્યા કરાયેલી લાશ સુરતના પુણા વિસ્તારમાં આવેલા ભૈયાનગરના પાર્કિંગ પ્લોટમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણકારી મળતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

ભચાઉમાં મંગળવારે સવારે 9માં ધોરણમાં અભ્યાસ કરતી એક સગીરા શાળાએ ગઈ હતી. જ્યાં સવારના 11 વાગ્યાની આસપાસ 2 વિધર્મી યુવાનોએ સગીરાની શાળાથી બહાર આવતા જ તેનું અપહરણ કરી લીધું હતું અને તેને માનસરોવર રેલ્વે ટ્રેક પાસે લઇ ગયા હતા. જ્યાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : સોમનાથ મંદિરમાં સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ થશે : સંસ્કૃત સંભાષણ વર્ગ શરૂ