Not Set/ મહિલાએ તેના પગના નખને 9 લાખ રૂપિયામાં વેચ્યા, જાણો શું છે ઘટના

એડલ્ટ ઈન્ડસ્ટ્રી મોડેલે જણાવ્યું કે તેણીનો પણ એકવાર એક એવા વ્યક્તિ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો જે તેણીને તેના પગના નખ ખરીદવાનું કહેતો હતો…

Ajab Gajab News Trending
અજીબોગરીબ

વિશ્વમાં ઘણા લોકોમાં વિવિધ પ્રકારના શોખ હોય છે. તેઓ અજીબોગરીબ કામકાજને પૂર્ણ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર થાય છે. તાજેતરમાં ઈંગ્લેન્ડની એક એડલ્ટ ઈન્ડસ્ટ્રી મોડેલે જણાવ્યું કે તેણીનો પણ એકવાર એક એવા વ્યક્તિ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો જે તેણીને તેના પગના નખ ખરીદવાનું કહેતો હતો.

model sell toenail clippings to stranger મહિલાએ તેના પગના નખને 9 લાખ રૂપિયામાં વેચ્યા, જાણો શું છે ઘટના

ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર વેઈટ્રેસ તરીકે કામ કરતી ટ્રાન્સજેન્ડર મહિલા એલેક્સિસ હીલીએ નોકરી છોડીને એડલ્ટ ઈન્ડસ્ટ્રીનો રસ્તો પસંદ કર્યો અને સબસ્ક્રિપ્શન સાઈટ્સ પર કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું. ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરની રહેવાસી 28 વર્ષીય એલિક્સે તાજેતરમાં વેબસાઈટ સાથે વાત કરતા કહ્યું કે એક વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો અને વિચિત્ર માંગણી કરી.

પુરુષે મહિલાના અંગૂઠાના નખ મોકલવાની માંગ કરી. એલિક્સને લાગ્યું કે તે તેના નખનો ફોટો માંગી રહ્યો છે, તેથી તેણે ફોટો લીધો અને તેને મોકલ્યો. પરંતુ બાદમાં તેણે કહ્યું કે ફોટા સારા છે અને તે નખ ખરીદવા માંગે છે. આ સાંભળીને એલિક્સને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે પરંતુ અચાનક તે વ્યક્તિએ તેને 9 લાખ રૂપિયા મોકલી દીધા. એલેક્સ એક ક્ષણ માટે વિશ્વાસ આવ્યો નહીં. તેણીએ વારંવાર વેબસાઇટ રીફ્રેશ કરી તે જોવા માટે કે ખરેખર પૈસા મોકલ્યા કે કેમ. પરંતુ જ્યારે તેણીને ખાતરી થઈ, ત્યારે તેણી સમજી ગઈ કે તે વ્યક્તિને નખનો ક્રેઝ છે.

તેણે વ્યક્તિને એ કન્ફર્મ કરવા કહ્યું કે શું તેણે ભૂલથી પૈસા મોકલી દીધા છે. તો તેણે કહ્યું કે આ તેના સુંદર નખની કિંમત છે. પછી એલિક્સે નખને એક નાનકડા જ્વેલરી બોક્સમાં નાખ્યો અને તેને ઘણી વસ્તુઓથી સજાવ્યો. તેણે પુરુષને નખ કુરિયર કર્યા અને ત્યારથી તે પુરુષે પણ મહિલાનો સંપર્ક કર્યો ન હતો. એલેક્સિસે જણાવ્યું કે જે દિવસે તેને પૈસા મળ્યા તે દિવસે તેણે પોતાના માટે પિઝાનો ઓર્ડર આપ્યો પરંતુ તેને ખબર ન હતી કે બાકીના પૈસા શું ખર્ચવા. આ સિવાય પુરૂષો જૂના ટૂથબ્રશ, વાળ વગેરેની માંગણી કરતા રહે છે.

આ પણ વાંચો: ગજબનો નિર્ણય / આ ભારતીય કંપની કર્મચારીઓને આપી રહી છે ઊંઘવા માટે 30 મિનિટનો બ્રેક, ઓફિસમાં મળશે બેડ અને…