Not Set/ અકસ્માતને લીધે દુનિયાભરમાં દર ૨૪ સેકન્ડે એક વ્યક્તિ ભેટે છે મોતને

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હાલમાં જ અકસ્માતને લીધે થતા મૃત્યુઆંકનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રસ્તાના અકસ્માતને લીધે દર ૨૪ સેકંડમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. દુનિયાભરમાં આશરે સાડા તેર લાખ લોકો અકસ્માતને લીધે મોતને ભેટે છે. સંગઠનના પ્રમુખ ટેડોસ આધામોને જણાવ્યું હતું કે આ મૃત્યુ ઘણા અસ્વીકાર્ય છે. વર્ષ ૨૦૧૩માં આ આંકડા ૧૨ લાખ ૫૦ હજાર […]

Top Stories World Trending
accident 1 અકસ્માતને લીધે દુનિયાભરમાં દર ૨૪ સેકન્ડે એક વ્યક્તિ ભેટે છે મોતને

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હાલમાં જ અકસ્માતને લીધે થતા મૃત્યુઆંકનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રસ્તાના અકસ્માતને લીધે દર ૨૪ સેકંડમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે.

દુનિયાભરમાં આશરે સાડા તેર લાખ લોકો અકસ્માતને લીધે મોતને ભેટે છે.

સંગઠનના પ્રમુખ ટેડોસ આધામોને જણાવ્યું હતું કે આ મૃત્યુ ઘણા અસ્વીકાર્ય છે. વર્ષ ૨૦૧૩માં આ આંકડા ૧૨ લાખ ૫૦ હજાર હતા.

દુનિયાભરમાં વાહનોની સંખ્યા વધતી જાય છે જેને લઈને અકસ્માતનો દર પણ વધી રહ્યો છે. રીપોર્ટ પ્રમાણે ઓછી આવકવાળા દેશો આ આંકડા મામલે કોઈ પ્રયત્નો નથી કરી રહ્યા જયારે ઉચ્ચ આવક ધરાવતા દેશો અકસ્માત મામલે કરી રહેલા પ્રયત્નો સફળ રહ્યા છે.