FIFA World Cup - 2022/ ફિફા વર્લ્ડકપ 2022ઃ આર્જેન્ટિના ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવી ચેમ્પિયન

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં અત્યંત રોમાંચક મુકાબલા પછી આર્જેન્ટિના ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ચેમ્પિયન થયું છે. નિયત સમયના અંતે બંને ટીમનો સ્કોર 2-2 પર અને એકસ્ટ્રા ટાઇમના અંતે બંને ટીમનો સ્કોર 3-3થી બરોબરી પર હતો.

Top Stories Sports
Argentina win world cup ફિફા વર્લ્ડકપ 2022ઃ આર્જેન્ટિના ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવી ચેમ્પિયન
  • આર્જેન્ટિના વતી પહેલો ગોલ મેસીએ 22મી મિનિટે કર્યો, બીજો ગોલ મારિયોએ 36મી મિનિટે કર્યો
  • ફ્રાન્સે 80મી મિનિટે પેનલ્ટી કિક વડે વડે પહેલો ગોલ કર્યો, 82મી મિનિટે બીજો ગોલ કર્યો
  • ફ્રાન્સ વતી બધા ગોલ એમ્બાપ્પેએ કર્યા, નિયત સમયના અંતે બંને ટીમનો સ્કોર 2-2 પર
  • એકસ્ટ્રા ટાઇમમાં મેસ્સીએ 108મી મિનિટે ગોલ કરી આર્જેન્ટિનાને 3-2ની સરસાઈ અપાવી
  • 118મી મિનિટે પેનલ્ટી એરિયામાં હેન્ડના લીધે ફ્રાન્સને પેનલ્ટી મળતા એમ્બાપ્પેએ ગોલ કરતા સ્કોર 3-3થી બરોબરી પર
  • પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાની પહેલી પેનલ્ટી મેસીએ લીધી, પછીના ત્રણેયે ગોલ કર્યા
  • ફ્રાન્સ બે પેનલ્ટી ચૂકી જવાઈ
  • આર્જેન્ટિના 1978, 1986 બાદ 2022માં વર્લ્ડ કપ જીત્યું
  • ફ્રાન્સ 1998 અને 2018 પછી ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન રોળાયુ

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં અત્યંત રોમાંચક મુકાબલા પછી આર્જેન્ટિના ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ચેમ્પિયન થયું છે. નિયત સમયના અંતે બંને ટીમનો સ્કોર 2-2 પર અને એકસ્ટ્રા ટાઇમના અંતે બંને ટીમનો સ્કોર 3-3થી બરોબરી પર હતો. તેના લીધે મેચ પેનલ્ટી શૂુટઆઉટમાં ગઈ હતી. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ ચારેય ગોલ કર્યા હતા અને ફ્રાન્સ બે જ ગોલ કરી શક્યું હતું. આમ પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાને 4-2થી હરાવ્યું હતું. આ વર્લ્ડ કપ સાથે મેસીનું પણ વર્લ્ડ કપ સાથે ટીમને ચેમ્પિયન બનાવવાનું સ્વપ્ન પૂરુ થયુ હતું. આર્જેન્ટિના આ સાથે ત્રીજી વખત ચેમ્પિયન થયુ હતુ અને તેણે 2018માં ફ્રાન્સ સામે થયેલા પરાજયનો બદલો પણ લીધો હતો.

ચાન્સીસ, ઓપોર્ચ્યુનિટીઝ, જબરજસ્ત ઝડપથી થતું ટેબલ ટર્ન બધુ જ જોવા મળ્યું ફિફા વર્લ્ડ કપ ફૂટબોલની ફાઇનલ 2022માં. એક સમયે આર્જેન્ટિનાએ પહેલા હાફમાં ફટકારેલા બે ગોલના લીધે સાવ એકતરફી જોવા મળતી મેચ બીજા હાફના અંતિમ તબક્કામાં ફ્રાન્સે ફટકારેલા બે ઉપરાછાપરી ગોલના લીધે રોમાંચક બની ગઈ હતી.

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ  કદાચ વિશ્વકપની અત્યાર સુધીની રોમાંચક ફાઇનલમાં સ્થાન પામશે. ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચેની આ ફાઇનલમાં બંને ટીમ નિયત સમયના અંતે 2-2થી અને એકસ્ટ્રા ટાઇમના અંતે 3-3થી બરોબરી પર હતી. એક અકલ્પનીય લોકોને જોવા મળી હતી. તેના લીધે મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. ફ્રાન્સ તરફથી એમ્બેપ્પેએ 3-3 ગોલ ફટકાર્યા હતા તો આર્જેન્ટિના તરફથી મેસીએ બે અને મારિયોએ એક ગોલ કર્યો હતો. આ મેચ મેસ્સીએ કહ્યું તેમ તેની અંતિમ વર્લ્ડ કપ મેચ હતી અને તેણે આ નિમિત્તે આર્જેન્ટિનાને ભેટ આપી છે.

આર્જેન્ટિના 2-0થી સરસાઈ મેળવી આરામપ્રદ સ્થિતિમાં હતુ ત્યારે ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પેએ બે મિનિટમાં બે ગોલ ફટકારીને આર્જેન્ટિનાને સ્તબ્ધ કરી દીધુ હતુ અને તેની ટીમને બરોબરી પર લઈ આવ્યો હતો. તેના પગલે નિયત સમયના અંતે બંને ટીમ 2-2થી બરોબરી પર હતી. આમ આ મેચ રીતસર 1966ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને જર્મનીની મેચ જેવી બની ગઈ હતી.

ફિફા વર્લ્ડ કપ 2022માં હાફ ટાઇમે આર્જેન્ટિના ફ્રાન્સ સામે 2-0થી આગળ છે. કેપ્ટન લાયોનલ મેસીએ 22મી મિનિટે અને તેના પછી ડી મારિયાએ 36મી મિનિટે ગોલ કર્યો હતો. આર્જેન્ટિના વિ ફ્રાન્સ ફૂટબોલ વર્લ્ડ કપ ફાઇનલની સુપરહિટ મેચ લિયોનેલ મેસ્સી Mbappe વચ્ચેની વાસ્તવિક લડાઈ છે. ફ્રાન્સ અને આર્જેન્ટિના બંને ટીમ અત્યાર સુધીમાં બે વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે.

ફ્રાન્સે સેમિફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું જ્યારે આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવ્યું હતું. ફ્રાન્સ અને આર્જેન્ટિના બંને ટીમ અત્યાર સુધીમાં બે વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે.

કતાર ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની સફર
આ ટૂર્નામેન્ટમાં આર્જેન્ટીનાને પોલેન્ડ, મેક્સિકો અને સાઉદી અરેબિયાની સાથે ગ્રુપ સીમાં રાખવામાં આવ્યું હતું. પહેલી જ મેચમાં સાઉદી અરેબિયાએ મેસ્સીની ટીમને હરાવીને અપસેટ સર્જ્યો હતો. આ આંચકા બાદ ટીમે પાછું વળીને જોયું નથી. સતત બે મેચ જીતીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી નેધરલેન્ડને હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અહીં ક્રોએશિયાને 3-0થી હરાવીને ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી.

કતાર ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સની સફર
ફ્રાન્સની ટીમને ઓસ્ટ્રેલિયા, ટ્યુનિશિયા અને ડેનમાર્કની સાથે ગ્રુપ ડીમાં રાખવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા અને ડેનમાર્કને હરાવ્યા બાદ ફ્રાન્સ છેલ્લી લીગ મેચમાં ટ્યુનિશિયા સામે હારી ગયું હતું. ટીમ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોલેન્ડ અને પછી ઇંગ્લેન્ડને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી હતી. ટીમ મોરોક્કો સામે 2-0થી જીત મેળવીને ફાઇનલમાં આગળ વધી.

આ પણ વાંચોઃ

Fifa World Cup/ ફિફામાં ફ્રાન્સ પર આર્જેન્ટિનાનો હાથ ઉપર રહ્યો છે

Sachin-Messi/ જાણો સચીન અને મેસ્સી વચ્ચે કઈ-કઈ છે પાંચ મહત્વની સમાનતા