દિલ્હી/ યુવાનોનું રસીકરણ બંધ, મુખ્યમંત્રી કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર 

દિલ્હીમાં 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનોનું રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે મોકલેલી રસીની માત્રા પૂરી થઈ ગઈ છે. આને કારણે ઘણા રસી કેન્દ્રો બંધ થઈ ગયા છે.

Top Stories India
સુરત સી r patil 2 યુવાનોનું રસીકરણ બંધ, મુખ્યમંત્રી કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર 

કોરોના વાઈરસની બીજી લહેરે ભારત માં હાહાકાર  મચાવ્યો છે.  ત્યારે દેશના ઘણા રાજ્યોમાં કોરોના રસીકરણ અટકી પડ્યું છે. ર્જ્યો પાસે પૂરતી માત્રમાં રસીનો જથ્થો નહિ હોવાથી રાજ્યોને રસીકરણ બંધ કરવાની ફરજ  પડી છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે રાજધાની દિલ્હીમાં કોરોનાની બાબતો પર એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં કોરોના ચેપના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આનો અર્થ એ નથી કે આપણે સાવચેતી રાખવી બંધ કરવી જોઈએ.

તેમણે કહ્યું કે દિલ્હીમાં 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનોનું રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે મોકલેલી રસીની માત્રા પૂરી થઈ ગઈ છે. આને કારણે ઘણા રસી કેન્દ્રો બંધ થઈ ગયા છે.

ગુજરાત પર કાળું સંકટ / ભારતભરમાં બ્લેક ફંગસે મચાવ્યો તરખાટ, ગુજરાતમાં સામે આવ્યા સૌથી વધુ કેસ

કેટલાક ડોઝ બાકી છે જે આ સાંજ સુધીમાં સમાપ્ત થઈ જશે. આવતીકાલથી તમામ યુવા રસીકરણ કેન્દ્રો બંધ રહેશે. અમે કેન્દ્ર પાસેથી વધુ રસી ડોઝ માંગ્યો છે. આ ડોઝ આવતાની સાથે જ ફરીથી દિલ્હીમાં યુવાનોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.

 

તેમણે કહ્યું કે દિલ્હીને દર મહિને 80 લાખ રસીની જરૂર હોય છે. તેની તુલનામાં, અમને મે મહિનામાં ફક્ત 16 લાખ  રસીઓ મળી. કેન્દ્રએ જૂન માટે આ ક્વોટા ઘટાડીને આઠ લાખ કરી દીધો  છે. આજ સુધી અમે દિલ્હીમાં 50 લાખ રસી લગાવી છે. અને દિલ્હીના તમામ યુવાનો માટે, અમને 25 કરોડ રસીઓની જરૂર છે.

nitish kumar 10 યુવાનોનું રસીકરણ બંધ, મુખ્યમંત્રી કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર