PM Modi Egypt Visit/ ઇજિપ્તની બે દિવસીય મુલાકાતે કાહિરા પહોંચ્યા વડાપ્રધાન મોદી, જાણો અહીં સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇજિપ્તની બે દિવસીય સરકારી મુલાકાતે કાહિરા પહોંચી ગયા છે. આ દરમિયાન તેઓ  ઇજિપ્તના વડાપ્રધાન સાથે રાઉન્ડ ટેબલ બેઠક કરશે

Top Stories World
Untitled 141 ઇજિપ્તની બે દિવસીય મુલાકાતે કાહિરા પહોંચ્યા વડાપ્રધાન મોદી, જાણો અહીં સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇજિપ્તની બે દિવસીય સરકારી મુલાકાતે કાહિરા પહોંચી ગયા છે. આ દરમિયાન તેઓ  ઇજિપ્તના વડાપ્રધાન સાથે રાઉન્ડ ટેબલ બેઠક કરશે અને રાષ્ટ્રપતિ અલ-સીસીને પણ મળશે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર પીએમ મોદી શનિવારે સાંજે કાહિરા પહોંચ્યા હતા. જણાવી દઈએ કે 1997 પછી કોઈ ભારતીય વડાપ્રધાનની ઇજિપ્તની આ પહેલી મુલાકાત હશે.

પીએમ મોદી હેલિયોપોલિસ કોમનવેલ્થ વોર ગ્રેવ કબ્રસ્તાનની મુલાકાત લેશે

પીએમ મોદી રવિવારે અલ-સીસી સાથે વાતચીત કરશે અને બંને મોટા દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરશે. કાહિરામાં તેમના રોકાણ દરમિયાન, વડાપ્રધાન ‘હેલિયોપોલિસ કોમનવેલ્થ વોર ગ્રેવ સેમેટ્રી’ની મુલાકાત લેશે, જે ભારતીય સેનાના આશરે 3,799 સૈનિકોની સ્મૃતિને સમર્પિત એક પવિત્ર સ્થળ છે જેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં સેવા આપનાર અને શહીદ થનારા સૈનિકોની યાદમાં બનાવેલ એક સ્મારક છે.

પીએમ મોદી અલ-હકીમ મસ્જિદની પણ લેશે મુલાકાત

આ સિવાય પીએમ મોદી 11મી સદીની અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લેશે, જેને દાઉદી બોહરા સમુદાયની મદદથી અહીં પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આ મસ્જિદ ફાતિમી વંશના શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. ભારતમાં બોરા સમુદાય વાસ્તવમાં ફાતિમી વંશમાંથી ઉદ્ભવ્યો હતો અને તેઓએ 1970 ના દાયકાથી મસ્જિદનું નવીનીકરણ કર્યું હતું. પીએમ મોદી આ મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયને પણ મળશે.

ઇજિપ્તની સરકારના મહાનુભાવોને પણ મળશે

ઇજિપ્તની તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદી સીસી સાથે વાતચીત કરવા ઉપરાંત ઇજિપ્તની સરકારના વરિષ્ઠ મહાનુભાવો, દેશની અગ્રણી હસ્તીઓ અને ભારતીય સમુદાયના સભ્યોને મળવાની સંભાવના છે. જાન્યુઆરીમાં સિસીની ભારતની રાજ્ય મુલાકાત દરમિયાન, બંને દેશો તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા માટે સંમત થયા હતા.

આ પણ વાંચો:કોણ છે ‘પુતિનના શેફ’ યેવગેની પ્રિગોઝિન, રશિયન સૈન્યનો નાશ કરવાના લીધા શપથ; શું છે વેગનર ગ્રુપ

આ પણ વાંચો:તિનની જીદ હવે પડશે ભારે? ખાનગી આર્મી વેગનરે કર્યો બળવો, મોસ્કોમાં હાઇ એલર્ટ

આ પણ વાંચો:સ્પેસ સેક્ટરમાં ભારત અને અમેરિકાના સંયુક્ત સાહસ માટે જબરજસ્ત ‘સ્પેસ’: મોદી

આ પણ વાંચો:ભારત મધર ઓફ ડેમોક્રેસી અને અમેરિકા લોકશાહીનું ચેમ્પિયન