Ahmedabad/ અમદાવાદમાં દોઢ વર્ષની બાળકી પર કારનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત

અમદાવાદના નહેરૂનગરમાં એપાર્ટમેન્ટમાં રમતી બાળકી પર કારનું ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુંય બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

Gujarat Top Stories
Beginners guide to 2024 04 13T175903.944 અમદાવાદમાં દોઢ વર્ષની બાળકી પર કારનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત

અમદાવાદના નહેરૂનગરમાં એપાર્ટમેન્ટમાં રમતી બાળકી પર કારનું ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુંય બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે ભલભલાનું કાળજુ કંપવી દે તેવા છે. પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ નહેરૂનગર સ્થિત કલારે એપાર્ટમેન્ટમાં ગઈકાલે આ બનાવ બન્યો હતો. જેમાં એક વર્ષની માસૂમ બાળકી આસ્થા રમી રહી હતી. નાની બાળકી ભાંખોડિયા ભરતી ભરતી કાર પાસે પહોંચી ગઈ હતી અને કારના આગળના ભાગ પાસે જઈને ઉભી રહી ગઈ હતી.
બીજીતરફ કારના ચાલકે કાર ચલાવતા કારનું આગળનું ટાયર બાળકી પર ફરી વળ્યું હતું. જેમાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આ એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો મહાવીર તેની પત્ની અને બાળકી સાથે ત્યાં જ રહેતો હતો. મહાવીર સાંજના સમયે શાક લેવા ગયો હતો. બીજીતરફ તેની એક વર્ષ અને બે મહિનાની બાળકી આસ્થા સોસાયટીમાં નીચે રમી રહી હતી. થોડીવાર બાદ મહાવીરને ફોન આવ્યો હતો કે તેની બાળકી પર કોઈએ કાર ચડાવી દીધી છે.

બીજીતરફ ગંભીર હાલતમાં બાળકીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જોકે ડોક્ટરે તેને તપાસીને મૃત ઘોષિત કરી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને અકસ્માત મોતનો ગુનો નોઁધ્યો હતો. ટ્રાફિકના એ ડિવીઝન પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. બાદમાં પોલીસે કારચાલક કનક અર્જુનભાઈ લીડિયાની ધરપકડ કરી હતી. હાલમાં પોલીસ તેની પુછપરછ કરી રહી છે.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે ભલભલાના રૂંવાડા ઉભા કરી દે તેવા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં કાળઝાળ ગરમીનો આતંક, 40 ડિગ્રી પંહોચેલ તાપમાનમાં આવશે પલટો

આ પણ વાંચો: Surat Case/સુરતમાં નોકરીની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો: Gujarat-Engineering/ગુજરાતની એન્જિનિયરિંગ સેક્ટરની નિકાસ વધીને એક લાખ કરોડ રૂપિયાની નજીક