Ahmedabad/ અસારવા મામલતદારનાં ખોટા સિક્કા લગાવી આધારકાર્ડમાં સરનામુ બદલતો ઠગ યુવક ઝડપાયો, 500 આધારકાર્ડ ખોટી રીતે કર્યા ફેરફાર

અમદાવાદનાં ન્યૂ રામોલ હરિશચંદ્ર નગર સોસાયટીમાં મકાન બહાર અશ્વીત એન્ટરપ્રાઈઝ નામની દુકાનમા રામોલ પોલીસે રેડ કરીને ખોટા પુરાવાઓ ઉભા કરીને આધારકાર્ડમાં સરનામું બદલી આપતા યુવકની ધરપકડ કરી છે.

Ahmedabad Gujarat
a 379 અસારવા મામલતદારનાં ખોટા સિક્કા લગાવી આધારકાર્ડમાં સરનામુ બદલતો ઠગ યુવક ઝડપાયો, 500 આધારકાર્ડ ખોટી રીતે કર્યા ફેરફાર

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદનાં ન્યૂ રામોલ હરિશચંદ્ર નગર સોસાયટીમાં મકાન બહાર અશ્વીત એન્ટરપ્રાઈઝ નામની દુકાનમા રામોલ પોલીસે રેડ કરીને ખોટા પુરાવાઓ ઉભા કરીને આધારકાર્ડમાં સરનામું બદલી આપતા યુવકની ધરપકડ કરી છે.પોલીસે રવિકાન્ત શર્મા નામનાં યુવકની આ મામલે ધરપકડ કરીને ઓફિસમાં તપાસ કરતા આધારકાર્ડ બનાવવાની અલગ અલગ સામગ્રીઓ કબ્જે કરી છે.

a 380 અસારવા મામલતદારનાં ખોટા સિક્કા લગાવી આધારકાર્ડમાં સરનામુ બદલતો ઠગ યુવક ઝડપાયો, 500 આધારકાર્ડ ખોટી રીતે કર્યા ફેરફાર

પકડાયેલો શખ્સ આધારકાર્ડમાં સુધારા કરાવવા આવતા ગ્રાહકો જેઓ પાસે સરનામુ સુધારવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તેવા ગ્રાહકોને વધુ પૈસા લઈને આધારકાર્ડની વેબસાઈટમાંથી ફોર્મ ડાઉનલોડ કરી તે ફોર્મમાં ગેજેટેડ ઓફિસર તરીકે અસારવા મામલતદારનાં પદનો સિક્કો લેપટોપથી સેટ કરી તેનાં પર ખોટી સહિઓ કરી દસ્તાવેજ બનાવીને આધારકાર્ડમાં સરનામાં બદલતો હોવાનું સામે આવ્યુ છે.પોલીસની પુછપરછમાં આરોપી રવિકાન્ત શર્માએ જણાવ્યુ કે તેણે આ રીતે 500 જેટલા આધારકાર્ડ ખોટા પુરાવાનાં આધારે અપડેટ કર્યા છે.

ત્યારે રામોલ પોલીસે આરોપીની ધરપકડ બાદ વધુ કાર્યવાહી હાથ ધરી છે.તેમજ અત્યાર સુધીમાં જે પણ આધારકાર્ડમાં ખોટી રીતે પુરાવા ઉભા કરી ફેરફાર કરાવ્યા છે તે બાબતે uidai ને જાણ કરી તે બાબતે આગળની તપાસ હાથ ધરી છે.