અટકળો પર પૂર્ણવિરામ લાગશે!/ PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવતા પહેલા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગેનો નિર્ણય લેશે!

નરેશ પટેલે પણ પોતે રાજકારણમાં જોડાવા ઇચ્છુક છે તેવી વાત કર્યા બાદ મુદત પર મુદત નાખી અનેક રહસ્યો સર્જ્યા હતા ત્યારે બુધવારે નરેશ પટેલે મીડિયા કર્મચારીઓને સામેથી આમંત્રિત કર્યા છે

Top Stories Gujarat
dgggdsg PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવતા પહેલા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગેનો નિર્ણય લેશે!

ગુજરાતમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી એવા સમાચાર છેલ્લા 4 મહિનાથી ચાલી રહ્યા છે, નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે તો કઇ પાર્ટી સાથે જોડાે તે એટકળો ખુબ ચાલી રહી છે, કોંગ્રેસ કે ભાજપમાં સામેલ થશે તેવા સમાચાર સમયઅંતરાલે આવી રહ્યા છે. હવે આ અટકળો પર પૂર્ણ વિરામ લાગે તેવી પુરી શક્યતા છે.

નરેશ પટેલે પણ પોતે રાજકારણમાં જોડાવા ઇચ્છુક છે તેવી વાત કર્યા બાદ મુદત પર મુદત નાખી અનેક રહસ્યો સર્જ્યા હતા ત્યારે બુધવારે નરેશ પટેલે મીડિયા કર્મચારીઓને સામેથી આમંત્રિત કર્યા છે, નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે નહીં તે એ દિવસે સ્પષ્ટ થઇ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.

દિલ્હીમાં પણ નેતાઓની મુલાકાત કરીને પરત આવતા નરેશ પટેલ મીડિયા સમક્ષ જોખીજોખીને બોલતા હતા, અને મીડિયાના કર્મીઓ સામેથી સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ત્યારે તેમનો સંપર્ક થઇ શકતો નહોતો, આમ પટેલ હેતુપૂર્વક રહસ્ય સર્જી રહ્યા હતા, પરંતુ તા.25ને બુધવારે સાંજે નરેશ પટેલે તેમના ફાર્મહાઉસે મીડિયા કર્મચારીઓ સાથે સ્નેહમિલન યોજ્યું છે, આમંત્રણમાં તો માત્ર સ્નેહમિલનનો જ ઉલ્લેખ છે પરંતુ તા.28ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આટકોટ આવી રહ્યા છે તે પૂર્વે નરેશ પટેલ પોતાનું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દેશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.