Lok Sabha Elections 2024/ વિક્રમાદિત્ય સિંહ કંગના રનૌત સામે ચૂંટણી લડશે, માતા પ્રતિભા સિંહે કરી જાહેરાત

દેશમાં લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે.

Top Stories India
Beginners guide to 2024 04 13T174958.953 વિક્રમાદિત્ય સિંહ કંગના રનૌત સામે ચૂંટણી લડશે, માતા પ્રતિભા સિંહે કરી જાહેરાત

દેશમાં લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે મંડી બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરી. તેમણે ભાજપના ઉમેદવાર અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સામે તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહને ઉમેદવાર જાહેર કર્યા હતા.

હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ હાલમાં મંડીથી સાંસદ છે. આ વખતે પ્રતિભા સિંહે તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જો કે કોંગ્રેસે હજુ સુધી મંડીથી વિક્રમાદિત્ય સિંહના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. ભાજપે આ સીટ પરથી કંગના રનૌતને મેદાનમાં ઉતારી છે.

પ્રતિભા સિંહ લોકસભા ચૂંટણી નહીં લડે

પ્રતિભા સિંહે પહેલા જ લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં તે પોતાના પુત્ર વિક્રમાદિત્ય સિંહને પોતાના સંસદીય ક્ષેત્રમાંથી ઉમેદવાર બનાવવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આમ થશે તો હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલ તિરાડ ખતમ થઈ શકે છે.

કોણ છે વિક્રમાદિત્ય સિંહ?

વિક્રમાદિત્ય સિંહ પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર છે. તે હિમાચલ પ્રદેશના બુશહર શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેને વર્ષ 2019માં રાજસ્થાનના અમેત રાજવી પરિવારની રાજકુમારી સુદર્શના ચુંદાવત સાથે લગ્ન કર્યા હતા, પરંતુ દોઢ વર્ષમાં જ તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. તેઓ સુખુ સરકારમાં PWD મંત્રી હતા. તેમણે સરકાર પર અનેક ગંભીર આરોપો લગાવતા મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Loksabha Election 2024/રાજકીય પક્ષોની મહિલા પ્રચાર કેન્દ્રીત રાજનીતિ,  મતદાનમાં આગળ મહિલાઓ કેમ ઉમેદવારીમાં પાછળ

આ પણ વાંચો:Indian Infrastructure/કોંક્રિટના જંગલમાં ફેરવાઈ રહ્યું છે ભારત… ઈસરોના રીમોટ સેન્સિંગ સેન્ટરનો અહેવાલ

આ પણ વાંચો:Electricity bill/શું ઉનાળાની શરૂઆત સાથે Electricity Billમાં થશે વધારો, જાણો India Energy Exchangeની સ્થિતિ