- વડોદરાઃ ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ
- ભાજપના કોર્પોરેટરની ચેટ વાયરલ
- ગોરધન પાસેથી 2 પેટી દારૂ લઈ જજો
- યાત્રામાં સંખ્યા ફૂલ રહેવી જોઈએ
- આ મુજબની ચેટ થઇ સો.મીડિયામાં વાયરલ
- વોર્ડ નં 10ના કાઉન્સિલર ઉમંગની ચેટ વાયરલ
- ભાજપની જૂથબંધી અને વિવાદ એકબીજાના પર્યાય
વડોદરા ભાજપના કોર્પોરેટર્ની વોટ્સએપ ચેટનો સ્ક્રીન શૉટ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપના નેતા લખી રહ્યા છે કે, ગોરધન પાસેથી બે પેટી દારૂ લઈ જજો, પણ યાત્રામાં સંખ્યામાં ફૂલ રહેવી જોઇએ. એક બાજુ આ ચેટ ભાજપના રાજમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવી રહ્યું છે તો બીજું બાજુ ભાજપમાં રહેલા આંતરિક વિખવાદને પણ છ્તો કરે છે. ભલે શિસ્તબધ્ધ કહેવાતી ભાજપમાં કોઈ કઈ બોલે નહીં પરંતુ એકબીજાના પગ ખેચવામાં કોઈ પાછળ પણ નથી. આ વાત ને છતી કરે છે. ભાજપની જૂથબંધી અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાઇરલ ચેતમાં વડોદરા ના વોર્ડ ના. 10ના કોર્પોરેટર ઉમંગભાઈના નામનો ઉલ્લેખ છે. જેઓ વાઇરલ થયેલી ચેટમાં દિવ્ય રામ યાત્રા 2022ના ગ્રૂપમાં બે પેટી દારૂ ગોરધનભાઇ પાસેથી લઈ જજો, 2 પેટી બિયર અને લાલાને કોટરની પેટી સવારે લેવડાવી લેજો, કાલની યાત્રામાં સંખ્યા ફૂલ થવી જોઈએ, બાકી ઈજ્જત પર આવી જશે તેમજ યાત્રામાં આવતા લોકોને પેટ્રોલની 500 કૂપનો આપવા અંગેની વાત છે. સોશિયલ મીડિયામાં આ ગ્રૂપના સ્ક્રીન શોટ વાઇરલ થઈ રહ્યા છે.
ઉમંગ બ્રહ્મભટ્ટ વડોદરા ભાજપના વોર્ડ નં.10ના કોર્પોરેટર છે. અને તેમણે રામ નવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. જો કે તેમના કહેવા પ્રમાણે આ આખું ગ્રૂપ જ ફેક છે. કોઈએ ગ્રપમાં મારા નામથી કોઈ નંબર સેવ કરીને આ કૃત્ય કર્યું છે. અમારું જે વર્ષોથી ગ્રુપ ચાલે છે તેનું નામ દિવ્ય રામ જય જય શ્રી રામ છે. વાઇરલ થયેલા સ્ક્રીનશોટ અમારા ગ્રૂપના નથી. સારાં કાર્યોમાં રોડાં નાખવાનું કામ કરવામાં આવ્યું છે. અને તેમણે આવું કોઆ વાઇરલ ચેટ અંગે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.
રશિયા યુક્રેન યુધ્ધ/ 51 દિવસનું યુદ્ધ, 50 લાખ લોકો ભાગ્યા, પરંતુ યુવાનોના પલાયન પર પાબંધી