સુરત/ ટીઆરબીની દાદાગીરી, રિક્ષાને ડંડા મારી લાઈટ તોડી…

ટ્રાફિક નિયમન કરવાને બદલે ટીઆરબી જવાન હાથમાં લાકડી લઈને રિક્ષાને નુકશાન પહોચાડતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે.

Gujarat Surat
Untitled 97 ટીઆરબીની દાદાગીરી, રિક્ષાને ડંડા મારી લાઈટ તોડી...

સંજય મહંત@મંતવ્ય ન્યુઝ

સુરતમાં ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી છે. ટ્રાફિક નિયમન કરવાને બદલે ટીઆરબી જવાન હાથમાં લાકડી લઈને રિક્ષાને નુકશાન પહોચાડતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો પાંડેસરા વિસ્તારનો હોવાની ચર્ચા છે

સુરતમાં ટીઆરબી જવાન ટ્રાફિક નિયમન કરવાને બદલે લોકોના વાહનો રોકી પૈસા ઉઘરાવતા હોય તેવા વિડીયો સામે આવી ચુક્યા છે જેને લઈને કેટલાક ટીઆરબી જવાન સામે ઉચ્ચ અધિકારીઓએ કડક કાર્યવાહી કરી પણ છે. પરંતુ સુરતમાં ટીઆરબી જવાનોની દાદાગીરી યથાવત રહેવા પામી છે. સુરતમાં એક ટીઆરબી જવાનનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો પાંડેસરા ટ્રાફિક પોલીસ રિજીયન 3 નો વીડિયો હોવાનું ચર્ચા છે. વિડીયોમાં ટીઆરબી જવાન ટ્રાફિક નિયમન કરવાને બદલે હાથમાં દંડો લઈને દાદાગીરી કરી રહ્યો છે એટલું જ નહી રીક્ષામાં સાઈડ લાઈટ પર ડંડા મારી સાઈડ લાઈટ પણ તોડી નાખે છે. આ વિડીયો વાયરલ થતા પોલીસની આવી તે કેવી કામગીરી જેવા સવાલો ઉઠાવી રહ્યા છે.

ટીઆરબી જવાનો અગાઉ લોકોના વાહનો રોકાવી રૂપિયા ઉઘરાવતા હોય તેમજ ટ્રાફિક નિયમન કરવાને બદલે ફોનમાં વ્યસ્ત હોય તેવા અહેવાલો પણ સામે આવી ચુક્યા છે જેને લઈને કડક નિયમો પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બનાવ્યા છે તેમ છતાં કડક નિયમનોની પણ અહી ધજીયા ઉડાવી દીધી હતી. ટીઆરબી જવાને અહી દાદાગીરી કરી રોફ જમાવ્યો હતો અને રીક્ષામાં તોડફોડ કરી હતી ત્યારે આવા ટીઆરબી જવાનો સામે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે