Surat Charas/ સુરતમાંથી ચાર કરોડનું ચરસ પકડાયું, ત્રણની ધરપકડ

સુરતના રાંદેરમાંથી ચાર કરોડ રૂપિયાનું ચરસ ઝડપાયું છે. એસઓજી પોલીસે ત્રણ આરોપીને પણ ઝડપ્યા છે. પોલીસે રાંદેર વિસ્તારમાં બે જુદી-જુદી જગ્યાએ રેડ કરીને આરોપીની ધરપકડ કરી છે.

Gujarat Surat
Mantavyanews 3 12 સુરતમાંથી ચાર કરોડનું ચરસ પકડાયું, ત્રણની ધરપકડ

સુરતઃ ગુજરાત નશેડી બની રહ્યુ હોવાના સીધેસીધા Surat Charasપુરાવા મળી રહ્યા છે. તેમા પણ ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં આડે દિવસે પકડાતા માદક દ્રવ્યોનો જથ્થો તો  આ વાત પુરવાર કરે જ છે. ચાર કરોડના પકડાયેલા જથ્થાને જોતાં એવો સવાલ જાગે છે કે શું સુરતીઓ હવે ચરસી થઈ ગયા છે. સુરતનું યુવાધન ચરસ અને ગાંજાની લતમાં Surat News જકડાયું છે.

સુરતના રાંદેરમાંથી ચાર કરોડ રૂપિયાનું ચરસ ઝડપાયું છે. એસઓજી પોલીસે ત્રણ આરોપીને પણ ઝડપ્યા છે. પોલીસે રાંદેર વિસ્તારમાં બે જુદી-જુદી જગ્યાએ રેડ કરીને આરોપીની ધરપકડ કરી છે. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. તેના હેઠળ આ ધરપકડ કરવામાં આવી છે.

આ પહેલા પણ સુરત પોલીસના સ્પેશ્યલ Surat Charas ઓપરેશન ગ્રુપે 43 કિલો ગાંજાનો જથ્થો ગયા મહિને પકડ્યો હતો. આ ગાંજો સુરતની ઝૂંપડપટ્ટીમાંથી પકડાયો હતો. તેની કિંમ. લગભગ સાડા ચાર લાખ રૂપિયા છે. સુરત પોલીસની ટીમે ડ્રગ્સના દૂષણ સામે આદરેલા અભિયાનના ભાગરૂપે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ રચ્યુ છે. આ ગ્રુપની જુદી-જુદી ટીમોએ ડ્રગ્સની પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા માંડી છે. આવી જ બાતમીના આધારે સુરત પોલીસે પ્રતિબંધિત ગાંજાનો જથ્થો પકડ્યો હતો. તેના પછી આ પ્રકારની બાતમી મુજબ જ ચરસનો જથ્થો પકડ્યો છે.

પોલીસ હવે આ ચરસ ક્યાંથી લાવવામાં આવ્યું અને કોને પૂરુ પાડવામાં આવનાર હતુ અથવા ક્યાં મોકલવામાં આવનાર હતું તેના માટે તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે આરોપીઓ પાસેથી ટૂંક સમયમાં Surat Charas આ ચરસનો જથ્થો ક્યાંથી લવાયો અને ક્યાં લઈ જવાશે તેના અંગેની માહિતી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત પકડાયેલા આરોપીઓ ફક્ત પેડલર છે કે ડ્રગ્સ ડીલર છે તેની પણ માહિતી મળશે. તાજેતરના સમયમાં ડ્રગ્સના દૂષણનો વ્યાપ વધ્યો છે ત્યારે તેને રોકવાના પગલાં લેવા જરૂરી બની ગયા છે. તેના લઈને મહાનગરોમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સ્પશયલ ઓપરેશન ગ્રુપ બનાવવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ Nari Shakti Vandan Adhiniyam/ મહિલા અનામત મુદ્દે ‘રાહુલ ગાંધી’એ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

આ પણ વાંચોઃ Indus River Water Agreement/ ભારત હવે પાકિસ્તાન સાથે સિંધુ નદી જળ કરાર કરશે રદ,તરસ્યું મરશે પાકિસ્તાન

આ પણ વાંચોઃ Supreme Court/ સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી,કહ્યું કેદીને માફી આપીને સમય પહેલા મુક્ત કરવાનો ઇનકાર કરવો એ કેદીઓના મૂળભૂત

આ પણ વાંચોઃ Women’s Reservation Bill/ પીએમ મોદી દ્વારા રાજ્યસભામાં મહિલા અનામત બિલ પસાર કરવા બદલ મહિલા સાંસદોએ સંસદના ગેટ રહીને

આ પણ વાંચોઃ Jammu Kashmir/ આતંકવાદી કાર્યકર્તા સાથે કથિત સંબંધોના આરોપમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીની ધરપકડ કરાઈ