Not Set/ દરેક સમુદાયને સરખા હક્ક મળે તેવું કરશું, ભારતથી કોઈ લેવા દેવા નથી : પીએમ ઇમરાન ખાન

ભારતમાં ધર્મના મુદ્દે ચાલી રહેલા વિવાદો વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અલ્સંખ્યક વિશે પોતાનું નિવેદન આપ્યું છે. પીએમેં કહ્યું કે અમે અલ્પસંખ્યકને બરાબરનો હક્ક આપશું.અમને ભાષણ આપવાની કોઈ જરૂર નથી. ભારતના પૂર્વ  ક્રિકેટર મોહમ્મદ કૈફે અલ્પસંખ્યકનો નિશાનો બનાવીને કહ્યું ત્યારબાદ પાકિસ્તાનના પીએમે પોતાનું નિવેદન આપ્યું છે. There were around 20% minorities at the time of […]

Top Stories World Trending Politics
201808asia pakistan pm imran દરેક સમુદાયને સરખા હક્ક મળે તેવું કરશું, ભારતથી કોઈ લેવા દેવા નથી : પીએમ ઇમરાન ખાન

ભારતમાં ધર્મના મુદ્દે ચાલી રહેલા વિવાદો વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અલ્સંખ્યક વિશે પોતાનું નિવેદન આપ્યું છે.

પીએમેં કહ્યું કે અમે અલ્પસંખ્યકને બરાબરનો હક્ક આપશું.અમને ભાષણ આપવાની કોઈ જરૂર નથી. ભારતના પૂર્વ  ક્રિકેટર મોહમ્મદ કૈફે અલ્પસંખ્યકનો નિશાનો બનાવીને કહ્યું ત્યારબાદ પાકિસ્તાનના પીએમે પોતાનું નિવેદન આપ્યું છે.

કૈફે મંગળવારે ટ્વીટ કર્યું હતું કે ભારત-પાકિસ્તાનના જયારે ભાગલા થયા ત્યારે પાકિસ્તાનમાં ૨૦ ટકા અલ્પસંખ્યક હતા અને હાલ માત્ર ૨ ટકા જેટલા જ વધ્યા છે. બીજી તરફ ભારતમાં અલ્પસંખ્યકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે.

આખા વિશ્વમાં પાકિસ્તાન એક માત્ર એવો દેશ છે કે જેને ટ્રીટ કરવું પડશે કે અલ્પસંખ્યક સાથે કેવો વર્તાવ કરવો જોઈએ.

પીએમ ઇમરાન ખાને શું આપ્યો પ્રત્યુત્તર ?

કૈફેના ટ્વીટનો જવાબ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને થોડી જ ક્ષણમાં  આપી દીધો હતો. તેમણે ટ્વીટ કર્યું છે કે અમારી સરકાર નિશ્ચિત કરશે કે પાકિસ્તાનના દરેક સમુદાય સાથે કેવો વર્તાવ કરવો. ભારતમાં શું ચાલી રહ્યું છે તેનાથી અમને કોઈ ફર્ક નથી પડતો.

અમારા સંસ્થાપક મોહમ્મદ અલી જીન્નાએ કલ્પના કરી હતી કે તે પ્રમાણે આજે પણ પાકિસ્તાન અલ્પસંખ્યકના અધિકાર માટે પડખે ઉભું છે. તેઓ ઇરછતા હતા કે અલ્પસંખ્યકને અમારા નાગરિક જેટલા જ અધિકાર મળે.

તમને જણાવી દઈએ આની પહેલા પણ ઇમરાન ખાને આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. પીએમ ખાને કહ્યું હતું કે અમે હિન્દુસ્તાનને બતાવી દઈશું કે અલ્પસંખ્યક સાથે કેવો વર્તાવ કરવો જોઈએ.