Not Set/ કેમેરાની સામે પોઝ આપ્યા કરતા કોલસાની ખાણમાં ફસાયેલા મજૂરોની મદદ કરો : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદી પર કોઈ નિશાનો સાધવામાં બાકી નથી રાખતા. મેઘાલયમાં છેલ્લા ઘણા દિવસથી ૧૫ મજૂર કોલસાની ખીણમાં ફસાઈ ગયા છે. સુરક્ષાબળ અને એનડીઆરએફની ટીમ તેમને બહાર નીકળવા માટે રાત દિવસ એક કરી રહી છે. મેઘાલયના સીએમે પણ થોડા દિવસ પહેલા આ કામને મુશ્કેલ કહી દીધું હતું. 15 miners have been struggling […]

Top Stories India Trending Politics
rh કેમેરાની સામે પોઝ આપ્યા કરતા કોલસાની ખાણમાં ફસાયેલા મજૂરોની મદદ કરો : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદી પર કોઈ નિશાનો સાધવામાં બાકી નથી રાખતા.

મેઘાલયમાં છેલ્લા ઘણા દિવસથી ૧૫ મજૂર કોલસાની ખીણમાં ફસાઈ ગયા છે. સુરક્ષાબળ અને એનડીઆરએફની ટીમ તેમને બહાર નીકળવા માટે રાત દિવસ એક કરી રહી છે. મેઘાલયના સીએમે પણ થોડા દિવસ પહેલા આ કામને મુશ્કેલ કહી દીધું હતું.

બુધવારે રાહુલ ગાંધીએ આ મામલે ટ્વીટ કરીને પીએમ મોદી પર નિશાનો સાધ્યો છે. તેમણે લખ્યું છે કે આશરે બે અઠવાડિયા પહેલા કોલસાની ખાણમાં ૧૫ મજૂર ફસાઈ ગયા છે. તે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હશે.

દેશના પીએમ તે લોકોને બચાવવા માટેના પ્રયત્નો કરવાને બદલે બોગીબીલ પૂલના ઉદ્ઘાટન પર કેમેરાની સામે પોઝ આપી રહ્યા છે. મોદી સરકાર હાઈ પ્રેશર પંપની વ્યવસ્થા પણ નથી કરી શકતી.

વધુમાં તેમણે લખ્યું કે વડા પ્રધાનજી મહેરબાની કરીને મજૂરોને બચાવી લો.

કેવી રીતે ફસાયા મજૂર ? 

મેઘાલયમાં છેલ્લા ઘણા દિવસોથી કોલસાની ખાણમાં ફસાયેલા ૧૫ મજૂર લોકોને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.મળતી માહિતી પ્રમાણે આ કોલસાની ખાણમાં ગેરકાયદેસર રૂપે ખનન ચાલી રહ્યું હતું.

આ મામલે મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી કોનરાડ સાંગમાંએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ખુબ જ મુશ્કેલ અને જટિલ સ્થિતિ છે. એનડીઆરએફની ટીમ તે લોકોને બચાવવા માટે કામ કરી રહી છે પરંતુ તે ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે.

વધુમાં ઉમેર્યું હતું કે પાણીનું પ્રેશર ઘણું વધારે છે જેને લીધે ગમે તેટલા પંપ લગાવી દઈએ તેમ છતાં પાણીનું સ્તર ઓછુ કરવું ઘણું મુશ્કેલ છે. અમે ઘણા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ સ્તર ઘણું વધારે છે. જે દિવસે આ ઘટના બની હતી તે દિવસે મેં કેન્દ્રીય મંત્રી કિરણ રીજ્જું પાસે મદદ માંગી હતી.

આ ખાણ ૩૭૦ ફૂટ ઊંડી છે જેમાં ૭૦ ફૂટ પાણીનું સ્તર છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખાણમાંથી ૫ લોકો બહાર આવી ગયા હતા પણ હાલ તેમનો કોઈ પત્તો નથી.

અસુરક્ષિત ખનન પ્રક્રિયાને લઈ અગાઉ પણ ૨૦૧૨માં ૧૫ સગીરો કોલસાની ખાણમાં ફસાયા હતા. જેમના શબ પણ મળ્યા ન હતા.

ક્યાં પૂલ પર મોદી આપી રહ્યા હતા કેમેરાની સામે પોઝ ?

21 વર્ષ બાદ દેશનો  સૌથી લાંબો ડબલ ડેકર રેલ કમ રોડ બ્રીજ તૈયાર થઇ ગયો છે આ પૂલને લીલી ઝંડી બતાવવા તેઓ કાલે કેમેરાની સામે પૂલ પર ચાલતા જણાયા હતા.

પૂલને  કારણે આસામ અને અરૂણાચલ પ્રદેશનો લાંબા સમયનો ઇંતઝાર પુરો થયો છે. બ્રહ્મપુત્રા નદી પર આ ડબલ ડેકર રેલ્વે અને રોડ બ્રીજ તૈયાર થયો છે જેના કારણે બંને રાજ્યો વચ્ચેનો વાહન વ્યવહાર ઝડપી અને સરળતાથી ચાલશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રહ્મપુત્ર નદી પર બોગીબીલ બ્રીજ પર બનેલા દેશની સૌથી લાંબી રેલ કમ રોડ પર થનારી પ્રથમ મુસાફરી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

આ પુલની આધારશીલા વર્ષ 1997માં તત્કાલીન પ્રધાનમંત્રી એચ ડી દેવેવોડાએ રાખી હતી. ત્યારબાદ 2002માં સૌથી લાંબી રેલ-રોડ પુલનું નિર્માણ શરૂ થઈ ગયું હતું.