Jamnagar/ PM મોદીના હસ્તે આયુર્વેદ સંસ્થાનનું કરાયું લોકાર્પણ

જામનગરમાં દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું આજે ધનતેરસના લોકાર્પણ કરવામાં આવ્યું.ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે

Top Stories Gujarat Others
a 125 PM મોદીના હસ્તે આયુર્વેદ સંસ્થાનનું કરાયું લોકાર્પણ

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ-જામનગર 

જામનગરમાં દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું આજે ધનતેરસના લોકાર્પણ કરવામાં આવ્યું.ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનું મહત્વ ધરાવતી આઇટીઆરએનો ઈ – વિમોચનનો કાર્યક્રમ યોજાયો.આયુર્વેદ દિવસના મળનારી ભેટથી જામનગરને આઇઆઇટી અને આઇઆઇએમ કક્ષાની વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાનો લાભ હવે મળશે.

સમગ્ર વિશ્વ હાલ કોરોનાથી પ્રભાવિત છે ત્યારે ભારત આયુર્વેદ ઉપચાર સાથે મહામારી સામે બાથ ભીડી રહ્યો છે.આ સ્થિતિમાં જામનગરમાં કાર્યરત ઇન્સ્ટીટયુઓફ પોસ્ટ ગ્રેજયુએટ એન્ડ રીસર્ચ એન્ડ આયુર્વેદ, ગુલાબકુંવરબા મહાવિધાલય અને ઇન્ડીયન ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદીક ફાર્માસ્ટીકલ સાયન્સ કોલેજ ત્રણેય સંસ્થાને એક છત્ર હેઠળ લાવી તેના સાયુજયને રાષ્ટ્રીય કક્ષાનો દરરજો આપી દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભારતભરમાં આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રીય દરરજો ધરાવતી આ એકમાત્ર સંસ્થાનું આજરોજ ધનતેરસના કે જે પાંચ વર્ષથી આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે દિવસે એટલે કે તા.13 નવેમ્બરના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.જેમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાયા.જયારે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, આયુષ મંત્રાલયના મંત્રી શ્રીપાદ યેસ્સો નાયક તેમજ અન્ય મંત્રીઓ, સાંસદ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આઇટીઆરએમાં સંલગ્ન ત્રણેય સંસ્થાનો રોચક ઇતિહાસ છે.1954 માં ભારત સરકાર દ્વારા રિચર્સ સેન્ટર ફોર આયુર્વેદની સ્થાપના થઇ જેને 1956 માં બનાવેલી પી.જી.ટ્રેનીંગ સેન્ટર ઇન આયુર્વેદ સાથે જોડીને વર્ષ 1963 માં આઇપીજીટીઆરએ કાર્યરત થયું.જેના દ્વારા આયુર્વેદ સંબધીત અલગ અલગ 13 વિષયમાં શિક્ષણ અને સંશોધન માટે એમ.ડી. અને પી.એચ.ડી. અભ્યાસક્રમ થઇ રહ્યો છે.ઇ.સ .1999 માં યુનિ. દ્વારા આઇએઆઇએપીએસ નામની સંસ્થા શરૂ કરી ઔષધ નિર્માણ કરવા સક્ષમ અને કૌશલ્ય પ્રાપ્ત તજજ્ઞો તૈયાર થવા લાગ્યા.

આજે 13 નવેમ્બરના રાજયપાલ, મુખ્યમંત્રી જામનગર આવી પહોંચ્યા હતા.જામનગરમાં 13 નવેમ્બરના શુક્રવારના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં આઇટીઆરએના ઈ- વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા. જ્યારે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સહીતના મંત્રી, ધારાસભ્યો, સાંસદ ઉપસ્થિત રહ્યા હતા.

આયુર્વેદ શિક્ષણને સ્વાયતત્તા, અભ્યાસ પ્રણાલી સરળ બનશે.

આઇટીઆરએ રાષ્ટ્રીય દરરજો ધરાવતી દેશની એક માત્ર સંસ્થા હોવાથી રાષ્ટ્રીય કક્ષાની આ સંસ્થા શરૂ થવાથી આયુર્વેદ શિક્ષણને સ્વાયતતા મળશે. આટલું જ નહીં આયુર્વેદ શિક્ષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા હવે નવા અભ્યાસ અને શિક્ષણ પ્રણાલી ઘડવી સરળ બનશે.તદઉપરાંત બેઠકમાં પણ વધારો થશે અને નવા કોર્સ પણ શરૂ કરી શકાશે.

આયુર્વેદ યુનીવર્સીટીને નેશનલ ઈમ્પોર્ટન્સ ITRA નું લોકાર્પણ .રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ હાજર રહ્યા.

જામનગરમાં દેશનું પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું આજે લોકાર્પણ થયું, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનું મહત્વ ધરાવતી આઇટીઆરએનો ઈ – વિમોચનનો કાર્યક્રમ આજે ધન્વન્તરી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચર્ય દેવવ્રતજી , મુખ્યમંત્રી વિજય રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ , મંત્રીઓ આર.સી.ફળદુ , ધર્મેન્દ્રસિંહ જાડેજા , સાંસદ પુનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા.