Not Set/ ભગવાન જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રાજ્યપાલ,મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત

અમદાવાદ, ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે. ત્યારે મોસાળ સરસપુર મામાન ઘરે ગયેલા ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત ફર્યા છે. આજે સવારે ભગવાનની ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરાઇ હતી. ત્યારબાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ યોજાશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી પોતાના નીજ મંદિરે […]

Ahmedabad Top Stories Gujarat Trending
rath yatra ahd 759 pti ભગવાન જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રાજ્યપાલ,મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત

અમદાવાદ,

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે. ત્યારે મોસાળ સરસપુર મામાન ઘરે ગયેલા ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત ફર્યા છે. આજે સવારે ભગવાનની ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરાઇ હતી. ત્યારબાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી.

રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ યોજાશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી પોતાના નીજ મંદિરે પરત ફર્યા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાશે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. નેત્રોત્સવ  વિધિમાં ઓપી કોહલી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતાં.

આ સાથે જગન્નાથ મંદિરમાં મહાઆરતી અને ધ્વજારોહણ વિધિ પણ કરાઈ. જેમાં અમદાવાના મેયર બિજલ પટેલ  ભગવાન જગન્નાથના નેત્રોત્સવ વિધિમાં જોડાયા હતા. અમદાવાના  સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ પણ  ભગવાન જગન્નાથના નેત્રોત્સવ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. પખવાડિયા બાદ નિજ મંદિરે ભગવાન પરત આવતા હોવાથી તેની ખુશાલીમાં સાધુ-સંતોનો ભંડારો પણ આજે યોજાશે. જે પરંપરાગત રીતે ‘કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ(દૂધપાક)’નો બનશે.

જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે, ભંડારાનાં દિવસે આ વખતે મોટી સંખ્યામાં સાધુ-સંતો આવી રહ્યાં છે.

જે અંતર્ગત અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગિરિજી મહારાજ, મહામંત્રી મહંત હરિગિરિજી મહારાજ, વૈષ્ણવ અખાડાના ત્રણેય શ્રી મહંત, મંગલ પીઠાધીશ્વર ટીલા ગદ્દાચાર્ય સ્વામી માધવાચાર્યજી મહારાજ, જગદગુરુ અયોધ્યાચાર્યજી મહારાજ-નરસિંહધામ, હરિદ્વારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જ્યારે ભંડારા તથા રથયાત્રામાં ભાગ લેવા માટે ૨,૫૦૦ જેટલા સાધુ-સંતો ગુજરા-સૌરાષ્ટ્ર ઉપરાંત હરિદ્વાર, અયોધ્યા, વૃંદાવન, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના સ્થાનોએથી પધારશે.

ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ છે. થોડી વારમાં પોલીસ સમગ્ર રથયાત્રાના રૂટ પર પરેડ, ગ્રાઉન્ડ રિહર્સલ કરવાની છે. ત્યારે વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં તમામ પોલીસ ફોર્સ તૈનાત જોવા મળી રહી છે.