ભાવવધારો/ પેટ્રોલ-ડિઝલ થશે સસ્તુ ? નાણાં મંત્રાલય ઘડાડશે ટેક્સ ?

પેટ્રોલ-ડિઝલ થશે સસ્તુ ? નાણાં મંત્રાલય ઘડાડશે ટેક્સ ?

Trending Business
sambit patra 5 પેટ્રોલ-ડિઝલ થશે સસ્તુ ? નાણાં મંત્રાલય ઘડાડશે ટેક્સ ?
  • દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો
  • લોકોએ કર્યુ મોંઘવારી સામે ત્રાહીમામ
  • કેન્દ્રની રાજ્યો સાથે વાત થઈ રહી છે
  • 15 માર્ચ સુધી ઘટી શકે છે કિંમત

પેટ્રોલ અને ડિઝલ ઝડપથી સસ્તા થાય તેના માટે નાણાં મંત્રાલય  એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની યોજના બનાવી રહી છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં કોઈ વધારો થયો નથી. સમાચાર એવા છે કે 15 માર્ચ સુધી ટેક્સ ઘટાડવા બાબતે નિર્ણય થાય તેવી શકયતા છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ બાબતે ઝડપથી નિર્ણય કરવામાં આવશે.

Petrol, diesel prices hit new high since Sept 2013: Check out rates in your  city

Election Result / ‘નામ’ ન આવ્યું કામ ! પાલિકા-પંચાયતોની ચૂંટણી પરિણામમાં મોટા માથાઓને ન મળ્યું જનતાનું સમર્થન

છેલ્લા 10 મહિનામાં ક્રુડની કિંમતમાં બે ગણો વધારો થયો છે. આ રીતે દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત હાલના સમયમાં સરેરાશ 92 રૂપિયા અને 86 રૂપિયાને વટાવી ગઈ છે. કેટલાક શહેરોમાં તો પેટ્રોલ 100 રૂપિયાને વટાવી ગયું છે. એવામાં ચારેય તરફથી વધી રહેલા દબાણથી સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી શકે છે.

  • પેટ્રોલ-ડિઝલની કિંમતમાં થઈ રહ્યો છે..અધધ વધારો
  • કિંમતમાં વધારો થતા સરકાર પર દબાણ
  • વિપક્ષ પણ કરી રહ્યું છે..સરકારને નિશાન
  • પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભારતમાં આત્યાર સુધી મોટો વધારો

કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઈઝ ડયુટી લગાવે છે, જ્યારે રાજ્ય સરકાર વેટ લગાવે છે. છેલ્લા ત્રણ દિવસમાં સરકારી અધિકારઓ અને કોર્પોરેટે ટેક્સ ઘટાડવાની માંગ કરી છે. થોડા દિવસો પહેલા જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એ વાત કહીને તેની નીંદા કરી કે રામના ભારતમાં પેટ્રોલ 93 રૂપિયા છે જ્યારે રાવણની લંકામાં 51 રૂપિયા અને સીતાના નેપાળમાં 53 રૂપિયા છે.