Not Set/ કેપ્ટન વિરાટ કોહલીને પોલી ઉમરીગર એવોર્ડથી કરાશે સન્માનિત

મુંબઈ, છેલ્લા કેટલાક વર્ષોથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે ત્યારે હવે ભારતીય કેપ્ટનને BCCI દ્વારા પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. BCCI દ્વારા ગુરુવારે આ એવોર્ડ અંગેની જાણકરી આપી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ૧૨ જૂનના રોજ બેંગલુરુમાં આયોજિત કરવામાં આવેલા સમારોહમાં વિરાટ કોહલીને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે આ એવોર્ડ આપવામાં […]

Trending Sports
690321 652326 virat kohli afp કેપ્ટન વિરાટ કોહલીને પોલી ઉમરીગર એવોર્ડથી કરાશે સન્માનિત

મુંબઈ,

છેલ્લા કેટલાક વર્ષોથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે ત્યારે હવે ભારતીય કેપ્ટનને BCCI દ્વારા પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. BCCI દ્વારા ગુરુવારે આ એવોર્ડ અંગેની જાણકરી આપી હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ૧૨ જૂનના રોજ બેંગલુરુમાં આયોજિત કરવામાં આવેલા સમારોહમાં વિરાટ કોહલીને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે આ એવોર્ડ આપવામાં આવશે.

બેંગલુરુ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિરાટ કોહલીની સાથે સાથે મહિલા ક્રિકેટર હરમનપ્રીત કોર અને સ્મૃતિ મંધાનાને વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરવા માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત BCCI દ્વારા ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર શાનદાર પ્રદર્શન કરવાવાળા ખેલાડીઓને પણ એવોર્ડ આપવામાં આવશે.

BCCIના કાર્યકારી અધ્યક્ષ સી કે ખન્નાએ કહ્યું, “બોર્ડના વાર્ષિક એવોર્ડ સેરેમની એક એવી પદ છે જ્યાં ઈ રમતના પૂર્વ દિગ્ગજ, વર્તમાન પેઢીના અને ઉભરતા નવા ક્રિકેટરો એક છત નીચે હાજર રહેશે”

બીસીસીઆઈ દ્વારા મહાન અધ્યક્ષ રહેલા દિગવંત જગમોહન ડાલમિયાના સન્માનમાં ચાર વર્ગોમાં પણ એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડમાં જગમોહન ડાલમિયા ટ્રોફી, અન્ડર-૧૬ વિજય મર્ચન્ટ ટ્રોફી, બેસ્ટ જુનિયર અને મહિલા વર્ગમાં સિનીયર ક્રિકેટરનો એવોર્ડ શામેલ છે.